________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૨૮૧
સમાધિમરણ પર્વ ઉજવવાની રૂપરેખા “દિવાળીપર્વ અહીં નીચે પ્રમાણે ઊજવાય છે, તે યથાશક્તિ તમારે ભાવ પ્રમાણે ઊજવી શકાય તે અર્થે લખ્યું છે. જેને સમાધિમરણ સહિત દેહ છોડવાની ભાવના છે તેને આચરવા અર્થે વર્ષમાં ચાર દિવસ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ કૃપા કરી જણાવેલ છે – ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી અને નવો પડવો. આ ચાર દિવસ ધર્મધ્યાનમાં એટલે ભક્તિભાવમાં ગાળવા; બ્રહ્મચર્ય તેટલા દિવસ પાળવું; સાદો ખોરાક કે એક વખત જમવાનો નિયમ, ઉપવાસ આદિ બને તેટલો ત્યાગ-વૈરાગ્ય રાખવો. નિત્ય નિયમમાં ભક્તિ કરતા હોઈએ તે ઉપરાંત નીચે જણાવ્યા પ્રમાણે રોજ ૩૬ માળા ગણવી. કુલ ૧૪૪ માળા ચાર દિવસે મળીને થાય. એક સાથે ૩૬ માળા ન ગણાય તો ૧૮ માળા ગણી કંઈ આરામ લઈ ફરી ૧૮ માળા ગણવી. તેનો ક્રમ અને માળા ફેરવતાં જે ભાવના રાખવાની તે હવે લખું છું -
છત્રીસ માળાનો ક્રમ “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એ મંત્રની ત્રણ માળા પ્રથમ ગણવી. પહેલી માળામાં સમ્યક દર્શન પામવાની ભાવના, બીજીમાં સમ્યકજ્ઞાન અને ત્રીજીમાં સમ્યક્ષ્યારિત્રની ભાવના કરવી. ૨૮ માળા “પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ” એ મંત્રની નીચેની ભાવના સહ ફેરવવી. પહેલી ત્રણ માળા મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમકિતમોહનીય ક્ષય થવા એટલે લાયક સમકિત થવા એ ત્રણ માળા ફેરવવી. પછી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ જવા ચાર માળા, અને અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ જવા બીજી ચાર માળા અને પ્રત્યાખ્યાની ક્રોધ, માન,