________________
૨૮૨
સમાધિમરણ
માયા, લોભ જવા ત્રીજી ચાર માળા અને સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ જવા ચોથી ચાર માળા; એટલે સમક્તિને રોકનાર અનંતાનુબંધી કષાય, દેશવ્રતને રોકનાર અપ્રત્યાખ્યાન કષાય અને મુનિપણાને રોકનાર, પ્રત્યાખ્યાન કષાય તથા પરમશાંતિ કે કેવળજ્ઞાનને ન પ્રગટવા દે તેવા સંજવલન કષાય ટાળવા એ ૧૬ માળા થઈ. હવે ૯ માળા નવ દોષ જવા ફેરવવાની છે. હાસ્ય, રતિ, અરતિ,
ભય, શોક, દુગંછા, (જુગુપ્સા), સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ એ ત્રણ મલિન ભાવ ક્ષય થવા નવ માળા ગણવી. પાંચ માળા રહી તે જ્ઞાન ઉપર આવરણ કરનાર પાંચ કમ ટાળવા
ભાવના કરવાની છે. ૧. મતિજ્ઞાન નિર્મળ થવા, ૨. શ્રુતજ્ઞાન પ્રગટવા, ૩. અવધિજ્ઞાન થવા, ૪. મન:પર્યવજ્ઞાન ઊપજવા. ૫. કેવળજ્ઞાન પ્રકાશવા, પાંચ માળા “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે."ની ફેરવવી. બન્ને મળી ભક્તિ ચાર દિવસ કરશો તો ઘણો આનંદ અને ઉત્તમ ભાવ ફરશેજી. રોજ ન બને તો પહેલો દિવસ ભેગા મળી માળા ફેરવશો. ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૬૦૫) હવે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓને સમજવા માટે નીચે થોડા દ્રષ્ટાંતો આપ્યા છે :
અનંતાનુબંધી કષાય અનંતકાળ સુધી જીવને સંસારમાં રઝળાવે છે
અનંતાનુબંધી કષાય ઉપર ગંદર્ય અને નાગદત્તનું દૃષ્ટાંત – “જે માણસ સર્પ તુલ્ય ક્રોધ, માન વગેરે કષાયોને જરા પણ વશ થતો નથી, તે નાગદત્તકુમારની પેઠે મુક્તિપદને પામે છે. તે નાગદત્તનું દ્રષ્ટાંત આ પ્રમાણે છે :
પૂર્વે કોઈ બે સાધુઓ તપ કરવાથી સ્વર્ગે ગયા. ત્યાં રહ્યા પણ તે બન્નેએ માંહોમાટે નક્કી કર્યું કે “આપણામાંથી જે પહેલો ઍવીને મૃત્યુલોકમાં જાય તેને, બીજાએ આવીને પ્રતિબોધ કરવો. - હવે લક્ષીપુર નગરમાં દત્ત નામે શેઠ હતો. તેને ઘેર સ્વર્ગમાંથી એક સાધુનો જીવ આવીને પુત્રરૂપે અવતર્યો. તેનું નાગદત્ત નામ પાડ્યું. તે બોંતેર કળાઓમાં કુશળ થયો અને સર્પને રમાડવાની ક્રીડામાં વ્યસનવાળો થયો. તેથી તેનું નામ ગંધર્વ નાગદત્ત પાડ્યું.
હવે સ્વર્ગમાં રહેલા બીજા દેવે અવધિજ્ઞાનથી પોતાના મિત્રને ગાનતાન અને સર્પ રમાડવાનો વ્યસની જાણી, જ્યાં નાગદત્ત સર્પો સાથે ઉદ્યાનમાં ક્રીડા કરતો હતો ત્યાં તે દેવ ગારુડી બની સર્પો લઈને આવ્યો. તેના મિત્રોએ કહ્યું આ કોઈ નવો ગારુડી જણાય છે.