________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૨૮૩
તું મારા સપને ખેલાવ હું તારા સર્પોને ખેલાવું
નાગદત્તે પૂછ્યું : “આ કરંડીયામાં શું છે?” દેવે કહ્યું : “સર્પો છે.” ત્યારે નાગદત્તે કહ્યું–‘તું મારા સપોને ખેલાવ અને હું તારા સપોંને ખેલાવું.” દેવ ગાડિક નાગદત્તના સર્પો સાથે ખેલ્યો. સર્પોએ ડંસ માર્યો છતાં તે મૃત્યુ પામ્યો નહીં.
ત્યારે નાગદત્ત ઈર્ષ્યાથી કહેવા લાગ્યો-“હવે લાવ તારા સર્પોને. તેની સાથે હું ક્રીડા કરું.” ગારુડી વેષધારી દેવે કહ્યું–મારા સર્પો તને ડસશે અને તારું મૃત્યુ થશે. ત્યારે નાગદત્તે અભિમાનથી કહ્યું–‘મૂક તારા સપને.”
ત્યારે ગાડિક દેવે કહ્યું- મારા સપ કરડે તો કોઈએ મને દોષ દેવો નહીં
ગંધર્વ નાગદત્ત મારા સર્પ સાથે ખેલવાનું કહે છે, તો તે સર્પ જો તેને ડંસ દે તો કોઈએ મને દોષ દેવો નહીં, કારણ કે આ પહેલો સર્પ સૂર્ય સમાન રક્ત નેત્રવાળો અને ત્યાકૃત્યનું ભાન ભૂલી જાય એવો છે. તેનું રોષ અથવા ક્રોધ નામ છે. બીજો સર્પ મેરુપર્વતના ઊંચા શિખર જેવો, આઠ ફણાવાળો, બે જીભવાળો છે, તેનું નામ માન છે. ત્રીજી કપટ કરીને ઠગવામાં કુશળ એવી માયા નામે નાગિણી છે, જેણે ઘણા કાળથી વિષનો સંચય કરેલ છે. અને ચોથો સર્પ જેણે સર્વ જગતને પરાભવ પમાડ્યો છે એવો મેઘ સરખા ફૂંફાડાવાળો લોભ નામનો છે. તેનું બળ સર્વ સર્પ કરતા