________________
૨૮૪
સમાધિમરણ
અધિક છે. તે જે પ્રાણીને કરડે છે તેનું મન મહાસમુદ્રની પેઠે ઇચ્છાઓથી કદી પુરાતું જ નથી. એને વિષે સર્વ પ્રકારનું વિષ એકઠું મળેલું છે.
આખું જગત ક્રોઘ માન માયા લોભરૂપ સપના ડંખથી કકળ્યા કરે છે ફરી દેવ બોલ્યો કે–“આ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ નામના પાપ સર્પો છે. તેના ડંસવડે આખું જગત જ્વરવાળા મનુષ્યની પેઠે કકળ્યા કરે છે અને તેના ફળમાં તે નરકને વિષે જઈને પડે છે. એવું વર્ણન કરીને તે ગાડિકદેવે સર્પોને છૂટા મૂક્યા. તરત જ તે નાગદત્તને કરડ્યાં, તેથી તે મૂચ્છિત થઈ ગયો.
પાટ
નાગદત્તના સેવકો ગાડિકદેવને કહેવા લાગ્યા કે આ તેં શું કર્યું? દેવે કહ્યું. તેને વાર્યો છતાં તેણે માન્યું નહીં. ત્યારે મિત્રોએ પગે લાગીને કહ્યું કે ભાઈ! એને જલ્દી જિવાડો.
ક્રોઇમાનમાયા લોભારૂપ મહાવિષવાળા આ પાપ સર્પો છે. ત્યારે ગાડિકદેવે કહ્યું–મને પણ પૂર્વે એ નાગો વસ્યા હતા. તેને મટાડવાની ક્રિયા કરવાથી હું જીવતો રહ્યો છું. ક્રોધ, માન, માયા અને લોભરૂપી આ ચાર પ્રકારના આશીવિષ પાપસર્પો મને ડસ્યા ત્યારથી હું તેનું વિષ દૂર કરવા માટે અનેક પ્રકારના તપકર્મ આચરું છું. પર્વત, સ્મશાન, જંગલ વગેરે સેવું છું. ઓછો આહાર અને નીરસ ભોજન કરું છું. થોડું બોલવું, થોડી નિદ્રા, થોડી ઉપાધિ વગેરે ધારણ કરું છું. એ કરનારને દેવતાઓ પણ નમે છે.