________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૨૮૫
હવે હું આ ક્રોદ્યાદિ ચાર સર્પોને કદી વશ થઈશ નહીં
સિદ્ધભગવાનને નમસ્કાર કરીને સંસારમાં મન વચન કાયારૂપ ત્રણ દંડ વગે૨ે વિષને નિવારણ કરનારી એવી મોટી વિદ્યા છે તે હું કહું છું. આ પ્રમાણે કહીને તેણે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહનાં પચ્ચખાણ ઉચ્ચાર્યા. કુમાર ઊઠીને બેઠો થયો. ત્યારે તેના માતાપિતા કહે એ તો એની મેળે બેઠો થયો. ત્યારે ગારુડિએ કહ્યું શું થાય છે તે જુઓ? એટલે તે પાછો પડ્યો. પછી દેવતાએ તેને સાવધાન કરી તેનો પૂર્વભવ કહી સંભળાવ્યો. તેથી જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થવાથી નાગદત્તે તરત દીક્ષા ગ્રહણ કરી અને કહ્યું કે હવે હું ક્રોધાદિક ચાર સર્પોને કદી વશ નહીં થાઉં.’ એના ફળસ્વરૂપે ચારે શત્રુઓ ઉપર વિજય મેળવી નિરતિચારપણે ચારિત્ર પાળી તેણે મોક્ષ પ્રાપ્ત કર્યો.” (ચોસઠ પ્રકારની પૂજાને આધારે)
સરળ સાધુનો મોક્ષ, માયાવી સાથુ વિદ્વાન છતાં સંસારમાં જ રઝળે અનંતાનુબંધી માયા કષાય ઉપર સાધુનું દૃષ્ટાંત “કુસુમપુર નામના નગરમાં એક શેઠને ત્યાં બે સાધુ ઊતર્યા હતા. તેમાંથી એક મુનિ ભોળા, સાધારણ બુદ્ધિના સરળ, ગુણગ્રાહી અને ભદ્રિક હતા; જ્યારે બીજા મુનિ બહુ વિદ્વાન હતા, પણ કપટી અને નિંદા કરનાર હતા.