________________
૨૮૬
સમાધિમરણ
જ્ઞાની ગુરુ કહે છે કે લોકો જોકે બીજા સાધુની જ વાહવાહ બોલતા હતા; પણ સરળ સાધુ થોડા કાળમાં મોક્ષે જશે, જ્યારે બીજો સાધુ ઘણા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરશે. કારણકે માયાયુક્ત જ્ઞાન હોય પણ તે નકામું છે, અથવા વધારે નુકસાન કરનારું છે. જેમ માયાથી આ ભવમાં લાભ થતો નથી, તેમ પરભવમાં પણ લાભ થતો નથી.” (અધ્યાત્મકલ્પદ્રુમ પૃ.૧૨૦)
ઘર્મમાં શ્રદ્ધા હોવાથી અનીતિપુરમાં ઠગોથી ઠગાયો નહીં. અપ્રત્યાખ્યાન કષાય ઉપર રત્નચૂક વણિકનું હૃષ્ટાંત - “આ ભરતક્ષેત્રમાં આવેલ તામ્રલિપિ નામે નગરીમાં રત્નાકર શેઠને રત્નચૂડ નામે એક પુત્ર હતો. તે ધર્મમાં શ્રદ્ધાવાળો હતો. તે અનુક્રમે યુવાવસ્થાને પામ્યો; શેઠને એકનો એક પુત્ર હોવાથી તેનું મન ન દુભાય તેમ શેઠ વર્તતા હતા; તેથી તે પિતાની સંપત્તિના મદમાં એકવાર ચાલતો હતો. રસ્તામાં સૌભાગ્યમંજરી નામની વેશ્યા સાથે તે અથડાયો.
ત્યારે વેશ્યા ગુસ્સે થઈને બોલી–પિતાની લક્ષ્મીનો મદ કરવો ઉચિત નથી. પોતે લક્ષ્મી ઉપાર્જન કરીને વિલાસ કરે તો જ પ્રશંસનીય ગણાય. તે સાંભળી પુત્રને ખેદ થયો. પુત્રને ખેદયુક્ત જોઈ રત્નાકર શેઠે ખેદનું કારણ પૂછ્યું–હે વત્સ! આજે તારા મુખ પર ચિંતાની છાયા કેમ છવાઈ રહી છે?