________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૨૮૭
?
છે
એ
-
રત્નચૂડ કહે–હું ભૂજબળથી ભાગ્યની પરીક્ષા કરવા માટે દેશાંતર જવા ઇચ્છું છું. માટે આપ મને દેશાંતર જવાની આજ્ઞા આપો. આપની સંપત્તિનું સુખ આજે મને દીનતાના દુઃખ જેવું લાગે છે. આ વચનો સાંભળી શેઠનું મન ક્ષોભાયમાન થયું છતાં છેવટે દેશાંતર જવાની તેને આજ્ઞા આપવી પડી.
હે પુત્ર! તું અનીતિપુર નગરમાં જ્યાં બઘા વ્યસનીઓ છે ત્યાં જઈશ નહીં
હે વત્સ! તું પોતે ચાલાક છે. છતાં મારે તને કંઈક શિખામણ આપવાની જરૂર છે. તું અનીતિપુરમાં કદી જઈશ નહીં. કારણ કે ત્યાં અન્યાયપ્રિય નામે રાજા છે. તેને અવિચારી નામે મંત્રી છે. ત્યાં ગૃહિત ભક્ષક નામે નગરશેઠ છે. યમઘંટા નામે ત્યાં વેશ્યા છે. તેમજ બીજા જુગારીઓ, ચોર, પરસ્ત્રીલંપટ વગેરે અનેક ઠગલોકો ત્યાં વસે છે.
પણ દેવની ગતિ વિચિત્ર છે. ભવિતવ્યાના યોગે તે અનીતિપુરમાં જ આવી ચડ્યો. ધૂ લોકો રત્નચૂડની સન્મુખ આવ્યા. તેમના લક્ષણો જોતાં રત્નચૂડને શંકા થઈ. તેથી એક પુરુષને પૂછ્યું કે-હે ભદ્ર! આ દ્વીપનું નામ શું છે? તે પુરુષે કહ્યું આ ચિત્રકૂટ નામે દ્વીપ છે અને આ અનીતિપુર નામનું નગર છે. રત્નચૂડ વિચારવા લાગ્યો કે–પિતાએ જેનો નિષેધ કર્યો તે જ સ્થાને હું આવી ચડ્યો. બહુ અનુચિત થયું છે.
ચાર પૂર્વ વાણિયાઓ આવી શર્ત કરીને બધો માલ લઈ ગયા રત્નચૂડ વહાણમાંથી ઊતરી ત્યાં બંદર કિનારે બેઠો. તેવામાં ચાર વાણિયા ત્યાં આવ્યા અને કુશળ સમાચાર પૂછી કહ્યું–તમારો બધો માલ અમે લઈશું અને તમે કહેશો તે વસ્તુ તમારા