________________
૨૮૮
સમાધિમરણ
વહાણમાં ભરી આપીશું. આ શરત રત્નચૂડે કબૂલ રાખી. તેથી ધૂર્ત વાણિયા તેનાં વહાણમાંથી બધો માલ લઈ ગયા.
રસ્તામાં કારીગરે એક સોનાની અને એક ચાંદીની મોજડી આપી માર્ગમાં જતાં એક કારીગરે સુવર્ણ અને ચાંદીની બે મોજડી રત્નચૂડને ભેટ આપી. ત્યારે રત્નચૂડે કહ્યું કે હું તને ખુશી કરીશ.
ત્યાં વળી કાણા પૂર્વે કહ્યું: મારું ગિરવી મૂકેલું નેત્ર પાછું આપ એક કાણા ધૂ આવીને રત્નચૂડને કહ્યું : હે શ્રેષ્ઠીપુત્ર! એક હજાર સોનામહોરમાં મેં મારું એક નેત્ર તારા પિતાની પાસે ગીરવી મૂકેલ છે. તે આ દ્રવ્ય લઈને મારું નેત્ર પાછું આપ. આ અઘટિત વાત સાંભળી રત્નચૂડ વિચારવામાં પડી ગયો. પણ દ્રવ્ય આપે છે તે લઈ લેવા દે. ધન લઈ તેને કહ્યું મારે ઉતારે આવજે. પછી રત્નચંડ આગળ ચાલ્યો. ત્યાં બીજા ચાર ઠગારા તેની સામે આવ્યા.
બીજા ચાર ઠગારાએ કહ્યું ઃ મહાસાગરના જળનું માપ કરી આપો તેઓએ કહ્યું–મહાસાગરના જળનું માપ કરી આપો તો તમે અમારી લક્ષ્મીના માલિક થાઓ; અને જો તમે ન કરી આપો તો અમે ચારે તમારી તમામ લક્ષ્મી લઈ લઈશું. એ વાત પણ કબૂલ કરીને રત્નચંડ આગળ ચાલ્યો.
બધા પ્રશ્નોના જવાબ માટે ૨ત્રચૂડ વેશ્યાના ઘેર ગયો. જતાં જતાં તે ચિંતવવા લાગ્યો કે–આ બધા કાર્યોને હું શી રીતે કરી શકીશ? માટે વેશ્યાના ઘરે જાઉં કે જેથી ત્યાં યોગ્ય સલાહ મળશે. એમ ધારીને રત્નચૂડ રણઘંટા વેશ્યાના ઘેર ગયો. અવસર જોઈને રત્નચૂડ કહેવા લાગ્યો હે પ્રિયે! તું તારા નગરની બધી ચેષ્ટા જાણતી જ હોઈશ. મારે આજે માર્ગમાં અનેકની સાથે વાદવિવાદ થયો છે. તેનો યોગ્ય ઉત્તર મને કહે કે જેથી હું ચિંતામુક્ત થાઉં.
વેશ્યા કહે અહીંના બધા લોકો અનાચારી જ છે આવી રત્નચૂડની વાત સાંભળીને રણઘંટા કહેવા લાગી–હે પ્રિય! સાંભળો : અહીંની હકીકત બધી વિચિત્ર છે. દેવયોગે અહીં કોઈ ગૃહસ્થ આવી ચડે તો અહીંના ધૂર્ત લોકો તેનું સર્વસ્વ છેતરીને લઈ લે છે. તે ધનનો એક ભાગ રાજાને, બીજો મંત્રીને, ત્રીજો નગરશેઠને, ચોથો કોટવાળને, પાંચમો પુરોહિતને અને છઠ્ઠો મારી માતા યમઘંટાને મળે છે. અહીંના બધા લોકો અનાચારી જ છે. તોપણ તમને મારી માતા પાસે લઈ જઈશ. ત્યાં તમારા બધા પ્રશ્નોના ઉત્તર સાંભળી લેજો. ચતુર રણઘંટા તેને સ્ત્રીનો વેષ પહેરાવી પોતાની અક્કા પાસે લઈ ગઈ. અક્કા બોલી હે વત્સ! આ કોની પુત્રી છે? તે બોલી શ્રીદત્ત શેઠની રૂપવતી પુત્રી છે. તે મને મળવા આવી છે.