________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૨૮૯
ધૂર્ત વેપારીઓએ યમઘંટા પાસે આવી ચર્ચા કરી, રત્નચૂડને જવાબ મળી ગયો
તે વખતે ધૂ વેપારીઓ યમઘંટાની પાસે આવ્યા અને બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. ત્યારે અક્કા બોલી–તમે તેનો બધો માલ લઈ તેની ઈષ્ટ વસ્તુથી તેના વહાણ ભરી આપવાનું કબૂલ કર્યું છે પણ તે કહેશે કે મચ્છરના અસ્થિથી બધું વહાણ ભરી આપો તો તમે શું કરશો? તેઓ બોલ્યા : તેનામાં એવી બુદ્ધિ ક્યાંથી હોય? બાળક જેવો લાગે છે. અક્કા બોલી : બાળક છતાં ભારે બુદ્ધિશાળી હોય શકે. વૃદ્ધ છતાં મૂર્ખ હોય શકે.
રાજાને પુત્ર જન્મ્યો તો તું રાજી થયો કે નારાજ થયો? એવામાં પેલો સોનાચાંદીનો મોજડીવાળો હસતો હસતો આવ્યો. તેણે કહ્યું–વ્યાપારીએ કહ્યું છે કે હું તને રાજી કરીશ. તે સાંભળી અક્કા બોલી–અરે કારીગર! તે એમ કહેશે કે રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો. તેથી તું રાજી થયો કે નારાજ થયો? ત્યારે તારી શી ગતિ થશે? અક્કાનું કથન સાંભળી તે ચાલતો થયો.
તારું બીજું નેત્ર મને આપ તો હું તેના બરોબર પહેલું નેત્ર હું આ પછી પેલા કાણા પૂર્વે આવીને પોતાની બધી વાત કરી. ત્યારે યમઘંટા બોલી કે–હે ધૂ! તેં આંખ પાછી લેવા ધન આપ્યું તે સારું ન કર્યું. તે વણિકપુત્ર એક કહેશે કે–તેની જોડેનું બીજું નેત્ર તારી પાસે છે તે મને આપ, એટલે હું તેના બરોબર કાંટામાં તોલ કરીને તે નેત્ર તને પાછું આપું. તો તું શું કરીશ? કાણો ધૂર્ત કહે–એનામાં તમારા જેવી બુદ્ધિ ક્યાંથી હોય? એમ કહી ચાલતો થયો. પહેલા નદીઓનું સમુદ્રમાં આવતું જળ બંધ કરો તો હું સમુદ્રના જળનું માપ આપું
થોડીવાર પછી ચાર ધૂર્તો આવ્યા. પોતાની હકીકત જણાવી. અક્કા બોલી–તે કદાચ એમ બોલશે કે–હું સમુદ્રના જળનું પ્રમાણ તો કરી આપું પણ તે પહેલા તમારે નદીઓનું સમુદ્રમાં આવતું જળ બંધ કરી આપવું પડશે. તો તમે શું કરશો? તમારું સર્વસ્વ ગુમાવી બેસશો.
આ બધી હકીકત સાંભળીને રત્નચૂડના પ્રમોદનો પાર ન રહ્યો. જે જે સાંભળ્યું હતું તે વારંવાર હૃદયમાં ઠસાવવા લાગ્યો.
શૂન્ત પાસેથી ચાર લાખનું ઘન લેવાથી ત્યાંનો રાજા આશ્ચર્ય પામ્યો સમુદ્રજળનું પ્રમાણ કરાવનારા ધૂત પાસેથી બળાત્કારે ચાર લાખનું ધન લીધું. આ વાત સાંભળી, ત્યાંનો રાજા આશ્ચર્ય પામ્યો. એ પ્રમાણે લાભ મેળવી કરિયાણાથી વહાણો ભરીને રત્નચંડ પોતાની નગરીએ પાછો આવ્યો. શેઠને આનંદ થયો. પછી રત્નચૂડ સંસારસુખ ભોગવી દીક્ષા લઈ. આરાધના કરીને સ્વર્ગે ગયો. અનુક્રમે મોક્ષને પામશે.
ઉપનય–આ કથાનો ઉપનય આ પ્રમાણે છે :-વણિકપુત્ર રત્નચૂડ તે અપ્રત્યાખ્યાની કષાયવાળો ભવ્ય જીવ સમજવો. તેના પિતા તે ધર્મદાયક ગુરુ સમજવા. સૌભાગ્યમંજરી વેશ્યાના વચન તે સાધર્મિકના વચનો જાણવા. જેથી ઉત્સાહ વૃદ્ધિ પામતાં ભવ્ય જીવ પુણ્યરૂપ લક્ષ્મીનો સંચય કરવામાં ઉદ્યમવંત થાય છે. તેના પિતાએ જે મૂળ દ્રવ્ય આપ્યું તે ગુરુએ આપેલ ચારિત્ર