________________
૨૯૦.
સમાધિમરણ સમજવું. અનીતિપુર જવાનો તેના પિતાએ જે નિષેધ કર્યો તે અન્યાય માર્ગે જવાનો નિષેધ સમજવો. વહાણ તે સંયમ સમજવું કે જેથી આ ભવસાગર તરી શકાય છે. ભવિતવ્યતાના યોગે અથવા પ્રમાદથી અનીતિપુરે ગમન તે અનાચારમાં પ્રવૃત્તિ સમજવી. અન્યાયપ્રિય રાજા તે મોહરાજા સમજવો. કરિયાણાને ખરીદનાર ચાર ધૂર્ત તે ચાર કષાય જાણવા. પ્રાણીને સુમતિ આપનારી પૂર્વોક્ત કર્મની પરિણતિ તે યમઘંટા સમજવી. જેથી તથા પ્રકારની યુક્તિઓવડે સર્વ અશુભને ઓળંગીને રત્નચૂડ પોતાની જન્મભૂમિએ પાછો આવ્યો. તેમ જીવ સંસારમાંથી પાછો ધર્મમાર્ગમાં આવે છે એમ સમજવું. અને ધર્મમાર્ગમાં આવવાથી પોતે પોતાના મનુષ્યજન્મને સફળ કરી મોક્ષને પામી શકે છે. (ચોસઠપ્રકારી પૂજામાંથી)
ભંડે શ્રાવકના વ્રત ગ્રહણ કરી મુનિઓની રક્ષા કરી પ્રત્યાખ્યાની કષાય ઉપર ભૂંડ અને વાઘનું દ્રષ્ટાંત - “ધર્મિલ નામના નાઈને, દેવલ નામના કુંભાર સાથે ગાઢ મિત્રતા હતી. બન્નેએ મળી એક ધર્મશાળા બંધાવી. દેવલ એક મુનિ મહારાજને ધર્મશાળામાં ઉતારી પોતાના ઘરે ગયો. થોડીવાર પછી ધર્મિલ ત્યાં આવ્યો અને મુનિ મહારાજને બહાર કાઢી મૂક્યા. સવારમાં આ હકીક્ત જાણીને બન્ને વચ્ચે બહુ લડાઈ થઈ. - તેમાં બન્ને મરી ગયા. અશુભ પરિણામથી બન્ને મરીને ધર્મિલનો જીવ જંગલમાં વાઘ થયો, અને એ જ જંગલમાં દેવલનો જીવ ભૂંડ થયો. જે ગુફામાં ભૂંડ રહેતો હતો, ત્યાં એક દિવસ મુનિ
કે મહારાજ આવ્યા. તેમને જોઈને ભૂંડને જાતિ
સ્મરણજ્ઞાન થયું. તેથી મુનિને નમસ્કાર કરી ભૂંડે શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા.
ધર્મિલનો જીવ તે જ જંગલમાં વાઘ થયેલો છે તેને મનુષ્યોની ગંધ આવી તેથી ખાવા માટે તે જ ગુફા તરફ આવ્યો. તેને આવતો જોઈ ભૂંડ તે ગુફાના દ્વાર ઉપર ઊભો રહી ગયો અને વાઘને અંદર જતાં રોક્યો. તેથી બેઉ જણને લડાઈ થઈ અને બન્ને મરી ગયા.
ભૂંડના ભાવ મુનિની રક્ષા કરવાના હોવાથી તે મરીને દેવ થયો. અને વાઘના આ ભાવ મુનિને મારવાના હોવાથી તે મરીને
નરકે ગયો. અને મુનિભાવ શુદ્ધ સમભાવવાળા હોવાથી તે મોક્ષે પધાર્યા.”
(મોક્ષમાર્ગની કથામાંથી)
જામ
જામ,