________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૨૯૧
સંજ્વલન માયાથી પણ પુરુષવેદ મટીને સ્ત્રીવેદની પ્રાપ્તિ થઈ સંવલન માયા ઉપર શ્રી મલ્લિનાથનું દૃષ્યત :- “વિદેહક્ષેત્રને વિષે સલિલાવતી વિજયમાં વીતશોકા નગરીને વિષે મહાબલ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને વૈશ્રમણ, ચંદ્ર, ધરણ, પૂરણ, વસુ અને અચલ નામે છ મિત્રો હતા. અન્યદા રાજાએ તે બાલમિત્રો સાથે દીક્ષા લીધી અને તેમની સાથે માસક્ષમણ વગેરે તપસ્યા કરવા લાગ્યો; પરંતુ તેમનાથી તપમાં વધવા માટે રોગનું બહાનું કાઢી તપને અંતે તે પારણું કરતો નહીં અને તપોવૃદ્ધિ કરતો હતો. આવી રીતે માયાથી અધિક તપ કરવાવડે પોતાના મિત્ર સાધુની વંચના કરવાથી તેણે સ્ત્રીવેદ બાંધ્યો, અને વીશ સ્થાનકની આરાધના નિમિત્તે ઉગ્ર તપ કરવાથી તીર્થકર નામકર્મ પણ સંપાદન કર્યું. અંતે તે છ મિત્રો સાથે ચારિત્ર પાળી મૃત્યુ પામીને જયંત વિમાનમાં બધા દેવતા થયા. ત્યાંથી ચ્યવીને છ મિત્રો સરળપરિણામવાળા હોવાથી જાદા જાદા દેશમાં રાજકુમારો થયા અને મહાબળરાજાનો જીવ માયા કરવાથી મલ્લિકુમારી નામે સ્ત્રી અવતાર પામ્યા. તેમની કરેલી માયા તે સંજ્વલન માયા હતી. જ્યારે આપણી માયા તો અનંતાનુબંધી કષાયની માયા છે. તે કાઢવા માટે કેટલો બધો પ્રયત્ન કરવો પડશે. તે માયાને ક્ષય કરવા માટે આ માળા ગણું છું.” (ઉ.પ્રા.ભા.ભા.૨ના આધારે)
પરિગ્રહ પ્રત્યેના રાગથી ગરોળીનો હિંસક અવતાર રતિ નોકષાય ઉપર ગરોળી થયેલ સાધ્વીનું દૃષ્ટાંત - “એક શ્રાવિકાએ દીક્ષા લેતી વખતે પોતાના ઘરમાંથી ચાર મૂલ્યવાન રત્નો લઈ એક લાકડાની પોલી પાટલીમાં ગોઠવી પાસે રાખ્યા હતા. તેના ઉપરના મોહથી તે મરણ પામીને ગરોળી થઈ. પરિગ્રહની મોહમૂર્છાથી તે તિર્યચપણું અને તેમાં પણ હિંસકપણું પામી. તે ગરોળી નિરંતર પેલી પાટલી ઉપર આવી આવીને બેસે. પૂર્વભવના પરિ-ગ્રહ પ્રત્યેની મૂર્છાના અવ્યક્તપણે પણ દર્શન થાય છે.
આમ વારંવાર થવાથી અન્યદા કોઈ જ્ઞાની ગુરુ ત્યાં પધાર્યા. તેમને અન્ય સાધ્વી
ઓએ તેનું કારણ પૂછ્યું એટલે જ્ઞાનનો ઉપયોગ દઈ તે ગરોળી નો પૂર્વભવ જાણીને જ્ઞાનીએ કહી બતાવ્યો. તે સાંભળી ગરોળીને જાતિસ્મરણજ્ઞાન થયું. એટલે તેણે અનશન