________________
૨૯૨
સમાધિમરણ
કર્યું અને મરણ પામીને તે દેવગતિમાં ઉત્પન્ન થઈ. આમ પરિગ્રહનો રાગ અથવા મૂર્છા જીવને તિર્યંચગતિમાં ઘસડી જાય છે, અને સંસારમાં પરિભ્રમણ કરાવે છે.” (ચોસઠપ્રકારની પૂજામાંથી)
પૂર્વભવમાં મુકિપણામાં મેલ જોઈ દુર્ગછા કરી તો ચંડાલના ઘરે જન્મ
હુાંછા' ઉપર મેતારક મુનિના પૂર્વભવનું દૃષ્ટાંત - “અવંતી નગરીમાં મુનિચંદ્ર રાજા રાજ્ય કરતો હતો. તે રાજાનો પુત્ર સૌવસ્તિક અને પુરોહિતનો પુત્ર સુતયુગ એ બન્ને મળીને જૈન સાધુઓને બહુ રંજાડતા હતા. એકદા તેમને પ્રતિબોધ કરવા માટે તેમના સંસારી કાકા સાગરચંદ્ર ઋષિ વિહાર કરતા કરતા અવંતી નગરીમાં પધાર્યા. અને રાજગૃહમાં ગયા. બન્ને પુત્રોએ મુનિને કહ્યું તમે અમારી સાથે રમશો? મુનિએ હા કહી. એટલે ચોકમાં જઈ ક્રીડા કરવા લાગ્યા અને ધર્મની હેલના કરવા લાગ્યા. તે જોઈ મુનિએ યુદ્ધનો પ્રપંચ કરી તેમના શરીરના સાંધા ઉતારી નાખી, તેઓ ઉદ્યાનમાં જઈ ધ્યાનમાં ઊભા રહ્યા.
ઘર્મની હેલના કરનાર પુત્રો દીક્ષા લે તો જ ઠીક કરું રાજા પુત્રોને રોતા સાંભળી તેમની પાસે આવ્યો. આ મુનિનું કૃત્ય છે એમ જાણી તે મુનિ પાસે ગયો. મુનિએ કહ્યું-જો સંયમ લે તો જ તેમને હું ઠીક કરીશ. તેઓ કબુલ થયા ત્યારે તેમને
છે
કે
ક
-
સ્વસ્થ કરી દીક્ષા આપી. પણ પુરોહિત પુત્ર બ્રાહ્મણ હોવાથી સાધુના ધર્મમાં પવિત્રતા નથી એમ કહી, તે મેલ વગેરે જોઈ દુશંકા કરતો ત્યાંથી મૃત્યુ પામી, બન્ને દેવતા થયા. ત્યાં નિર્ણય કર્યો કે આપણા બેમાંથી જે પહેલો અવીને મનુષ્ય થાય તેને, બીજાએ દેવલોકથી આવીને ધર્મબોધ આપવો.