________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૨૯૩
પુરોહિતપુત્ર દુગંછાના કારણે મેતરાણીના ગર્ભમાં આવ્યો હવે રાજગૃહ નગરીમાં ધનદત્ત શેઠ અને શેઠાણી રહેતા હતા. ગર્ભદોષથી સંતાન જીવતું નહીં. તેને મેતરાણી સાથે બેનપણા હતા. બન્નેને સાથે ગર્ભ રહ્યો. એક બીજા વચ્ચે ગર્ભ બદલવાની વાત થઈ. એ પુરોહિતનો જીવ દેવલોકમાંથી ચ્યવી મેતરાણીના ગર્ભમાં આવ્યો. એનો જન્મ થતાં તેણીએ શેઠાણીને ત્યાં પુત્ર મોકલ્યો, અને શેઠાણીએ પોતાની પુત્રીને મેતરાણીને ત્યાં મોકલી. પુત્રી તો થોડા વખતમાં મરણ પામી.
મેતાર્યના આઠ કન્યાઓ સાથે વેવિશાળ હવે શેઠે મેતાર્ય એવું તેનું નામ પાડ્યું. મેતાર્ય શેઠને ત્યાં મોટો થયો. તે સુખમાં ડૂબેલો હોવાથી વૈરાગ્ય પામ્યો નહીં. શ્રેણિક રાજાની કુંવરી અને બીજી સાત કન્યાઓ સાથે તેના વેવિશાળ નક્કી થયા. પરણવા માટે રાજમાર્ગે જતા તેને પ્રતિબોધ કરવા ચંડાલના પિતાના શરીરમાં દેવે પ્રવેશ કર્યો અને સર્વ લોક દેખતા તે ચંડાલ કહે કે એ તો મારો પુત્ર છે. એમ કહી તેને પોતાને ઘેર લઈ ગયો.
મેતાર્થે દેવને કહ્યું મારો કલંક ઉતાર તો ૧૨ વર્ષ પછી દીક્ષા લઈશ. પછી દેવે પ્રગટ થઈ મેતાર્યને કહ્યું કે- દેવલોકમાં આપણે વાત થઈ તે મુજબ હવે તું દીક્ષા લઈને જન્મ સફળ કર. ત્યારે મેતાર્ય કહે તેં મને વિષયથી નિવાર્યો તે તો સારું કર્યું. પણ લોકોમાં મને તે વગોવ્યો છે, તે કલંક ઉતારીશ તો બાર વર્ષ સુધી ભોગ ભોગવી પછી દીક્ષા લઈશ. તેથી હવે તેને રત્નો આપે એવો એક બોકડો અને અમુક વિદ્યાઓ આપી.” રોજ બોકડો લીંડીની જગ્યાએ રત્નો આપતો.
મેતાર્યના પિતા રોજ રત્નોનો થાળ ભરીને રાજાને આપે મેતાર્યના પિતા રોજ તે દિવ્ય રત્નોનો થાળ ભરી રાજાને ત્યાં ભેટ આપતો અને પુત્રને માટે કન્યાની માગણી કરતો હતો. તેથી અભયકુમારે વિચાર્યું કે આ કોઈ દેવતાનું કૃત્ય જણાય છે. તેની પરીક્ષા કરવા માટે વૈભારગિરિથી રાજગૃહી સુધી સડક માર્ગ બનાવવા કહ્યું તે પણ કરી આવ્યો. વળી રાજાના આદેશથી નગરીને સુવર્ણના કાંગરા કરાવ્યાં. ત્યારે ખુશ થઈ અભયકુમારે રાજાને કહી રાજપુત્રી મેતાર્યને પરણાવી અને બીજી સાતે કન્યાઓ પણ પછી તેને પરણી. રાજાએ રહેવા માટે મહેલ આપ્યો. તેમાં રહેતા બાર વર્ષ વ્યતીત થઈ ગયા. હવે દેવે ફરી તેને પ્રતિબોધવા માટે ઉપાયો શરૂ કર્યા તેથી તે વૈરાગ્ય પામ્યો. અને પોતાના પુત્રને સર્વ સોંપી ગુરુ પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી પોતાના આત્માનું કલ્યાણ કર્યું.” સ્ત્રીવેદના ઉદયે દોષ કર્યો પણ કબૂલ ન કર્યો તો ત્રણ લાખ ભવ કરવા પડ્યા.
સ્ત્રીવેદના ઉદય ઉપર રૂપી સાથ્વીનું દૃષ્ટાંત - “ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજાને રૂપી નામની એક જ પુત્રી હતી. તેને પરણાવી હતી પણ પૂર્વકર્મના યોગે તેનો પતિ તરત મરણ પામ્યો અને રૂપી વિધવા થઈ. તેણીએ ચિતામાં પ્રવેશ કરવા પિતાની આજ્ઞા માગી ત્યારે પિતાએ