________________
૨૯૪
સમાધિમરણ
કહ્યું : હે વત્સ! બળી મરવાથી આ મનુષ્ય જીવન નિષ્ફળ જાય છે. માટે તું જૈનધર્મમાં રક્ત થઈ શીલતનું બરાબર પાલન કર. તેણીએ પિતાની વાત માન્ય રાખી.
હવે એકદા તે રાજા પણ મરણ પામ્યો. તેને પુત્ર નહીં હોવાથી લોકોએ રૂપીનો રાજ્યાભિષેક કર્યો.તેથી રૂપી કુમારી હવે રૂપી રાજા બન્યો.
ધો
//\|
| | |
| | | | | |
એક વખત શીલસન્નાહ નામના મંત્રી રાજસભામાં બેઠા હતા ત્યારે રૂપી રાજાએ તેની તરફ વિકાર દ્રષ્ટિથી જોયું. મંત્રી તેના ભાવ સમજી ગયા અને વિચાર્યું કે જો રાજા અન્યાય કરે તો તેને કોણ અટકાવી શકે? તેથી શીલભંગના ભયથી તે મંત્રી ગુપ્ત રીતે નગરની બહાર નીકળી ગયા અને બીજા નગરમાં જઈ ત્યાંના વિચારસાર નામના રાજાના સેવક થઈને રહ્યા.
પહેલાના રાજાનું નામ ભોજન પહેલા ન લેવું, નહીં તો ભોજન વિનાના રહે
કોઈ પ્રસંગે રાજાએ મંત્રીને પૂછ્યું–પ્રથમ તેં જે રાજાની સેવા કરી તેનું નામ શું છે? મંત્રી કહે–તેનું નામ ભોજન કર્યા પહેલા લેવું નહીં. નહીં તો તે દિવસ ભોજન વિનાનો વ્યતીત થાય. એ સાંભળી રાજા પણ આશ્ચર્ય પામ્યો. પણ તે વચનની ખાતરી કરવા માટે ભોજનની સામગ્રી તૈયાર કરી હાથમાં કોળિયો લઈને મંત્રીને કહ્યું કે-હવે રાજાનું નામ કહે. એટલે મંત્રીએ કહ્યું “રૂપી રાજા” એવું નામ જણાવ્યું કે તે જ સમયે રાજપુરુષે આવીને કહ્યું કે–મહારાજ! શત્રુરાજાએ નગરીને ઘેરો