________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૨૯૫
ઘાલ્યો છે. એ સાંભળતાં કોળીયો હાથમાંથી મૂકી તે યુદ્ધ કરવા ચાલ્યો. બન્ને વચ્ચે મોટું યુદ્ધ થયું.
યુદ્ધનું નિવારણ કરવા માટે શીલસન્નાહ મંત્રી ત્યાં ગયો. તેને મારવા સુભટો આવ્યા. એટલે શાસનદેવીએ તેમને ખંભિત કરી દીધા. ત્યાં આકાશવાણી થઈ કે–અખંડ બ્રહ્મચારી એવા શીલસન્નાહને નમસ્કાર થાઓ. મંત્રીને જાતિસ્મરણજ્ઞાન થયું, સાથે જ અવધિજ્ઞાન પણ ઉત્પન્ન થયું. તેથી પંચમુષ્ટિ લોચ કરીને તેમણે દીક્ષા લીધી.
તે વિહાર કરતા એકવાર રૂપીરાજાના નગરે આવ્યા. તેમને વંદન કરવા રૂપી રાજા પોતાના સામંતો સાથે ત્યાં આવી, ગુરુનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી.
હવે શીલસન્નાહ મુનિ સંલેખના કરવા તૈયાર થયા, તે વખતે રૂપી સાધ્વીએ પણ ગુરુ મહારાજને કહ્યું કે હે ભગવાન! મને પણ સંલેખના કરાવો.
સર્વ પાપની આલોચના કરી શલ્યરહિત થઈ પછી સંલેખના કરો. ગુરુ બોલ્યા-આ ભવ સંબંધી સર્વ પાપની આલોચના કરી શલ્ય રહિત થઈ પછી ઇચ્છિત કાર્ય કરો. દ્રષ્ટાંતથી પણ વાત સમજાવી તેથી રૂપી સાધ્વીએ માત્ર એક વિકાર દ્રષ્ટિ મંત્રી ઉપર કરેલ તે સિવાય બીજા સર્વ પાપની આલોચના કરી. ત્યારે ગુરુ મહારાજે જણાવ્યું કે રાજસભામાં તેં મારી સામે સરાગદ્રષ્ટિથી જોયું હતું તેની પણ આલોચના કર. તો તે કહે તેમાં કોઈ પ્રકારનો મને