________________
સમાધિમરણ
તે વાડામાં ભીમ નામનો એક માણસ રહેતો હતો. તેને ઉત્પલા નામની ભાર્યા હતી, તેને ગોત્રાસ નામનો એક પુત્ર હતો. આ ગોત્રાસ દુષ્ટ બુદ્ધિવાળો, નિર્દયી, પાપી અને જીવોનો ઘાત કરનારો હતો.
૨૮૦
એકવાર રાત્રિમાં જ્યારે વાડાના ચોકીદારો ઊંઘી ગયા ત્યારે
તે ગોત્રાસ ઊઠ્યો તેણે
એક છરી હાથમાં લીધી. વાડામાં જઈને તે કોઈક ગાયના પૂછડાં, કોઈક ગાયના નાક, કોઈક ગાયના હોઠ, કોઈકની જીભ વગેરે કાપી નાખ્યાં.
આ પ્રમાણે તેણે
પાપ કરતા કરતા
પોતાનું પાંચસો વર્ષનું
W80424
આયુષ્ય પૂરું કર્યું, તે મહાપાપને લીધે મરીને બીજી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયો.
તે બીજી નારકીમાં ઉપજેલો ગોત્રાસનો જીવ ઘણાં દુઃખે નારકીનું આયુષ્ય પૂરું કરીને આ જ નગરમાં સુભદ્ર નામે શેઠની સુમિત્રા નામની ભાર્યાની કૂખે પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું નામ ઉજ્જીિત રાખવામાં આવ્યું. તે ઉજ્જિત મોટો થયો ત્યારે મહાપાપી અને દુરાચારી થયો, તેથી તેના કુટુંબીજનોએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો. દિવસો જતા તે ઉજ્જિત સાત વ્યસનને સેવનારો મહા અનર્થને કરનારો થયો.
હવે તે નગરમાં એક કામધ્વજા નામની અતિ રૂપવાળી વેશ્યા હતી. તે કામધ્વજા ઘણા દેશની ભાષા જાણનારી અને ચતુર હતી. સુનંદ રાજાની તે પ્રેમપાત્ર હતી. એક વાર તે કામજાને જોઈ તેના રૂપથી મોહિત થઈ તેના ઘરમાં પેઠો. રાજાના માણસોએ તેને કામધ્વજાના ઘરમાં પ્રવેશ કરતો જોયો. તેથી તેઓ તે ઘરમાં પેઠા. પછી તેને બાંધીને રાજાની આગળ લઈ ગયા. તેને જોઈને રાજા ઘણો ગુસ્સે થયો. રાજાના આદેશથી રાજપુરુષોએ એને ખૂબ રીબાવી રીબાવીને મારી નાખ્યો. મરણ પામીને તે ઉજ્ગિત રત્નપ્રભા નામની પહેલી નારકીમાં ઉત્પન્ન થયો. ત્યાં દુઃખપૂર્વક પોતાનું આયુષ્ય પૂરું કરીને તે ગોત્રાસનો જીવ અહીં નપુંસકપણે ઉત્પન્ન થયો છે. પૂર્વભવમાં તેણે ગાયોના અવયવો છેદીને ઘણાં પાપકર્મો બાંધ્યા હતાં તેથી આ ભવમાં તેના હાથપગ કપાયા છે. આ કારણથી લોકોએ કદી નિર્વાંછન કર્મ કરવું નહિ. (ગૌતમપૃચ્છામાંથી)