________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૨૭૯ ત્યારે નાગિલાએ તેને છોડાવ્યો. નાગિલાએ તે ભવમાં મુનિ ભગવંતને દાન આપ્યું હતું. અને સત્ય બોલી તેથી દાન અને સત્યના પ્રભાવે તે મરીને પોતાનો સ્ત્રીવેદ છેદી પુરુષ થઈ અને નાગિલ શેઠે માયા કરી થાપણ ઓળવી હતી તેને લીધે તે મરીને અસ્પષ્ટ સ્વરવાળી આ તારી સ્ત્રી થઈ છે. તે સાંભળીને બન્ને જણાએ દીક્ષા લીધી અને તે જ ભવે સ્ત્રીવેદ અને પુરુષવેદનો ક્ષય કરી મોક્ષે પધાર્યા. (ગૌતમપૃચ્છાના આધારે)
(૯) નપુંસક વેદ– એટલે સ્ત્રી પુરુષ બન્ને સાથે સમાગમની કામના થવી તે નપુંસક વેદનો ઉદય છે. નપુંસકવેદજન્ય વાસના તે નગરમાં લાગેલા પ્રચંડ અગ્નિ સમાન છે. એમ જ્ઞાની પુરુષોએ શાસ્ત્રોમાં વર્ણવેલ છે.
હે જીવ! વાસનામાં ઘણી વૃત્તિ રાખીશ તો નપુંસકવેદ પ્રાપ્ત થશે, ભાવોની સ્થિતિ ઘણી ખરાબ રહેશે અને તેથી અધોગતિ થશે. માટે સંપૂર્ણ વાસના રહિત થવા આ માળા ફેરવું છું. એવી ભાવના, માળા ફેરવતા સુધી ભાવવી.
નપુંસક વેદ શાથી બંધાય? તો કે ભોગો ભોગવવાની અત્યંત વાસના હોય તો નપુંસકપણું પ્રાપ્ત થાય. અથવા પ્રાણીઓના પુરુષ ચિહ્ન, કાન, હોઠ વગેરે અંગો કાપવાથી પણ નપુંસકવેદનો બંધ પડે છે. આ વિષે દ્રષ્ટાંત નીચે પ્રમાણે :
કયા કર્મથી નપુંસક-હિજડો થાય? ૧. ગોત્રાસનું દૃષ્ટાંત– શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને સાતમો પ્રશ્ન આ પ્રમાણે પૂછ્યો : “હે દયાળુ પ્રભુ! આ જીવ કયા કર્મથી નપુંસક-હિજડો થાય છે?
શ્રીમહાવીર પરમાત્માએ કહ્યું : “ગૌતમ! જે પુરુષ ઘોડાને, વૃષભને, બકરા વગેરે પશુને છેદન કરી નિલંછન (પુરુષચિહ્નથી રહિત) કરે છે, તેઓના ગલકંબલ વગેરે છેદે છે, કાન વગેરે અવયવોને કાપે છે, જીવહિંસા કરે છે, તે જીવ સર્વ અંગો વડે હીન થાય છે, અને નપુંસકપણાને પામે છે. જેમકે મહાપાપી ગોત્રાસ નપુંસકપણાને પામ્યો તે સાંભળ–”
હસ્તિનાપુર નામનું એક નગર હતું. ત્યાં સુનંદ નામનો રાજા દ. રહેતો હતો, તે ગામમાં ગાયોનો એક વાડો હતો. (A- આ છે _ S , તે વાડામાં સંધ્યા સમય પછી ગાયો સુખે રહેતી
રહેતો હતો, તે ગામમાં પીવાના
જ છે
કે
હતી.