________________
૨૭૮
સમાધિમરણ
મારી નાખ્યા. તે સમાચાર જાણી તમારા મિત્રની પત્ની અને પુત્ર તમારી પાસે પોતાની મૂકેલી થાપણ લેવા આવ્યા. ત્યારે નાગીલ શેઠે કહ્યું કે કોને થાપણ આપી છે. અમારી પાસે થાપણ મૂકી નથી. પછી તે માતા અને પુત્રે રાજા પાસે ફરિયાદ કરી. રાજાએ તે નાગિલ શેઠને બોલાવ્યો. ત્યારે
કહે કે મને થાપણ આપી નથી. રાજાએ કહ્યું કે કોઈ સાક્ષીમાં હતું. ત્યારે માતા અને પુત્રે જણાવ્યું કે એમની પત્ની સાક્ષીમાં હતી. તેથી નાગિલાને બોલાવી.
જે સત્ય હોય તે જ કહેવું રાજાએ નાગિલાને પૂછ્યું કે તમારે ત્યાં થાપણ એમણે મૂકી છે. તે વિચારમાં પડી ગઈ કે
એક બાજુ નદી અને બીજી બાજુ વાઘ છે. પણ જે સત્ય હોય તે જ કહેવું. એમ વિચારી તેણે કહ્યું કે અમારે ત્યાં થાપણ મૂકી છે. રાજાએ તે થાપણ પાછી અપાવી અને નાગિલાનો રાજાએ સત્કાર કર્યો. શેઠને શિક્ષા કરવાનું કહ્યું