________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૨૭૭
નિધાન જોયું છે, તે નિધાનને ત્યાં જ રહેવા દઈ તે પોતાના ઘેર ગયા છે. પરંતુ મને લાગે છે કે કદાચ રાત્રિએ તે નિધાનને પોતાના ઘરે લઈ જશે.”
રાજાએ કહ્યું : “તું તે વનમાં જા, અને સાવધાન રહીને તપાસ રાખ કે શેઠ રાત્રે આવીને શું કરે છે? પછી આવીને મને સર્વ હકીકત જણાવજે.” જેવી આપની આજ્ઞા. એમ કહીને તે રાજપુરુષ વનમાં આવી છુપાઈને રહ્યો. - રાત્રે તે રાજપુરુષ તે વનમાં પદ્મ શેઠના આવવાની રાહ જોવા લાગ્યો. પણ પદ્મ શેઠ તો તે દિશા તરફ ન જ આવ્યા. આખી રાત પુરી થઈ ગઈ, ત્યારે તે રાજપુરુષ નિરાશ થઈને રાજા પાસે આવીને કહેવા લાગ્યો : મહારાજ! રાત્રિમાં પણ તે શેઠ ત્યાં આવ્યા નથી.”
રાજપુરુષનું વચન સાંભળી રાજાને ઘણો અચંબો થયો, કારણકે તેણે આશા રાખી હતી કે તે પધશેઠ નિધાન લેવાને રાત્રિએ જરૂર આવશે. રાજાને આશ્ચર્ય થયું, તેથી ખુલાસો મેળવવાને રાજસભામાં પધશેઠને બોલાવી તેનું રહસ્ય પૂછ્યું : “હે શેઠ! તમે તે નિધાન કેમ ગ્રહણ કર્યું નહીં?”
શેઠ કહે મારી પાસે સંતોષ નામનો અક્ષયનિધિ છે શેઠે કહ્યું: “હે મહારાજા! મારી પાસે અક્ષયનિધિ છે, તેથી મારે તે નિધાનની જરૂર નથી.”
‘તમારી પાસે એવો કયો અક્ષયનિધિ છે કે તમે ધન ભરેલા તે નિધિને જોયા છતાં લીધો નહિ?”
મારી પાસે “સંતોષ” નામનો અક્ષયનિધિ હોવાથી મને બીજા કોઈ નિધિને લેવાની ઇચ્છા થતી નથી, કારણ કે જેની પાસે આ નિધિ છે તે પરમ સુખી છે. કહ્યું છે કે “સંતોષઃ પરમ સુખ'.” સંતોષી નર સદા સુખી.
શેઠનો સંતોષ જાણીને રાજા ઘણો ખુશી થયો. શેઠને લોભરહિત જાણીને રાજાએ શેઠને નગરશેઠ” બનાવ્યા. આ પ્રમાણે તે પદ્મ શેઠ સુખે પોતાનો કાળ પસાર કરવા લાગ્યા.
એકવાર તે વનમાં કોઈક શ્રુતકેવલી ભગવાન પધાર્યા. તેમને વંદન કરવા માટે પદ્મશેઠ તે વનમાં ગયા. નયસાર રાજા પણ ગુરુને વંદન કરવા માટે ત્યાં આવ્યા. ગુરુને વંદન કરી તેમની આગળ ધર્મોપદેશ સાંભળ્યો.
દેશનાને અંતે પદ્મ શેઠે ઊઠીને બે હાથ જોડી વિનયપૂર્વક વિનંતી કરી ગુરુને પૂછ્યું : મારામાં કયા કારણથી સંતોષ ઉત્પન્ન થયો? અને મારી પત્ની અસ્પષ્ટ સ્વરવાળી શાથી થઈ તે કૃપા કરીને જણાવો.
ભગવંતે બેયના પૂર્વભવ જણાવ્યા શેઠનો પ્રશ્ન સાંભળી ગુરુ ભગવંતે કહ્યું કે પૂર્વ ભવમાં તમે બન્ને નાગીલ શેઠ અને નાગિલા શેઠાણી નામે પતિપત્ની હતા. તમારો મિત્ર પરદેશ કમાવા માટે ગયો, ત્યારે તમારે ત્યાં તેણે થાપણ મૂકી હતી. તે શેઠ કમાઈને ઘેર આવતાં રસ્તામાં ચોરોએ તેનું ધન લઈ લીધું અને શેઠને