________________
૨૬૪
સમાધિમરણ
દ્વેષભાવના સંસ્કાર પણ ભવોભવ ચાલે ૪. સુંદર શેઠ અને તેના પુત્રનું દૃષ્ટાંત– સુસમાપુરમાં ચંદ્રરાજાની રાજધાનીમાં એક સુંદરશેઠ નામનો વણિક રહેતો હતો. તેને સુરપ્રિય નામનો એક પુત્ર હતો. પણ પૂર્વના સંસ્કાર પિતાના હૃદયને બાળનાર હતો. એકવાર પિતાએ કહ્યું ચાલો પરદેશ કમાવા જઈએ. નગર બહાર આવતાં વડ નીચે આંકડાનું ઝાડ જોઈ પિતા બોલ્યો-પુત્ર! આ આકડાના મૂળમાં કોઈએ ધન
aઈ દાટેલું લાગે છે. છે! પુત્રે કહ્યું તો કાઢી
લઈએ. પિતા કહે સારો દિવસ જોઈ કાઢીશું.
રાત્રે પિતાને વિચાર આવ્યો કે આ ધન પુત્ર લઈ લેશે અને ઉડાડી દેશે. તેથી રાત્રે ત્યાં જઈ ધન કાઢી બીજી જગ્યાએ
દાટી ઘરે આવી સુઈ ગયો. પુત્રને વિચાર આવ્યો કે પિતા સુતા છે ત્યાં સુધી હું જઈ તે ધનને કાઢી લઉં. ત્યાં જઈ જોયું તો કંઈ મળ્યું નહીં. તેથી પિતા પાસે આવી કહ્યું – તમે જ ધન લઈ ગયા છો. તે ધન બતાવો નહીં તો મારી નાખીશ.
પિતા કહે તું લઈ ગયો છે. એમ રકઝકમાં પુત્રે પિતાને મારી નાખ્યો. પછી પસ્તાવો થયો કે બાપને ગુમાવ્યા અને ધન પણ ગુમાવ્યું.