________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૨૬૩
મહાવીરના ભવમાં આવ્યો ત્યારે રચ્યાપાલકના જીવે ભગવાનના કાનમાં ખીલા ઠોક્યા. દ્વેષના ભાવથી આ ભવમાં લડ્યા
અને પરભવમાં પણ લડે છે
૩. બે ભાઈનું દ્રષ્ટાંત- બે ભાઈ કમાવા ગયા. ત્યાં એક ભાઈએ બહુ કિંમતી હીરો લીધો. બીજો ભાઈ કહે મારે પણ આ જ જોઈએ. રસ્તામાં બે જણા તળાવના કાંઠા ઉપર લડાઈ કરવા લાગ્યા. લડાઈ કરતા બન્ને જણ તળાવમાં પડી ગયા. ત્યાં પથ્થર વાગવાથી બન્ને મરી ગયા, અને કૂકડા થયા. ત્યાં પણ દ્રષના પરિણામથી લડવા લાગ્યા.
*
સી
એવું દ્વેષનું સ્વરૂપ છે. એમ જાણી અરતિનો પ્રતિપક્ષી ગુણ સમભાવ છે. તે રાખવાની શક્તિ મેળવવા માટે આ માળા ફેરવું છું. | અરતિ એટલે અણગમો અથવા ઠેષભાવ.