________________
૨૬૨
સમાધિમરણ
ત્રિપુષ્ટ વાસુદેવનો જીવ જ્યારે ભગવાન મહાવીર સ્વામી થયા, ત્યારે તે સિંહનો જીવ ખેડૂત
થયો. ભગવાને ગૌતમસ્વામીને મોકલીને તે ખેડૂતને પ્રતિબોધ પમાડી દીક્ષા અપાવી. ગૌતમસ્વામી તેને ભગવાન પાસે લઈ આવ્યા. પણ પૂર્વભવના શ્રેષના સંસ્કાર હોવાથી ભગવાનને જોતાં જ તે ગૌતમસ્વામી પ્રત્યે બોલી ઊઠ્યો કે આવા ગુરુ મારે નહીં જોઈએ. એમ કહી દીક્ષા છોડીને ચાલ્યો ગયો. છતાં
'
ભગવાને ગૌતમ સ્વામી દ્વારા તેમાં સમતિનું બીજારોપણ કરાવી દીધું. પૂર્વભવના વેરના કારણે આ ભવમાં ખીલા ઠોક્યા
૨. ત્રિપુષ્ટ વાસુદેવનું – ઉષ્ણત - મહાવીર ભગવાન જ્યારે ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં હતા ત્યારે ત્રિપુષ્ટ રાજાએ શય્યાપાળકને પોતે ઉંઘી ગયા પછી સંગીત બંધ કરવાની આજ્ઞા કરી; પણ શય્યાપાલકને સંગીતમાં રસ પડવાથી બંધ કરાવ્યું નહીં. ત્રિપુષ્ટ રાજા જ્યારે ઉઠ્યા ત્યારે સંગીત ચાલુ હતું તે જોઈ રાજા કહે તને સંગીત બહુ પ્રિય છે? એમ કહી તેના કાનમાં ગરમાગરમ શીશુ રેડાવ્યું.
તે કર્મનો ઉદય ભગવાન