________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૨૬૧
હવે અમે દીક્ષા લેવા માગીએ છીએ.આમ કહીને જેમના રોમે રોમે પ્રદેશ પ્રદેશે વૈરાગ્યની ધારા ઉલ્લસી રહી છે એવા તે બન્ને રાજકુમારો મુનિદીક્ષા લેવા માટે રામચંદ્રજીને નમન કરી વનમાં ચાલ્યા ગયા. બન્ને કુમારો આરાધના કરીને પાવાગઢથી મુક્તિને પામ્યા.” (અખંડ આરાધનામાંથી)
(૩) અરતિ-–જેના ઉદયથી અણગમતી વસ્તુઓમાં ખેદ થાય, અણગમો થાય અથવા દેષ થાય. દ્વેષનો પ્રતિપક્ષી ગુણ સમભાવ છે. એ મેળવવા માટે આ માળા ગણું છું.
કોઈના પ્રત્યે દ્વેષ કરીશ તો મને કર્મ બંધાશે માટે સમભાવ રાખવાનો અભ્યાસ કરું. પરમકૃપાળુદેવે વચનામૃત પાન ૧૫૬ ઉપર કહ્યું છે કે‘ષ કરવો નહીં, કરવો તો કુશલ પર કરવો.' પત્રાંક ૧૨૮ માં પરમકૃપાળુદેવ દ્વેષના ફળ જણાવે છે કે
એનું મોટું હું નહીં જોઉં તેને જ ઘેર શ્રેષથી જન્મવું પડ્યું “વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોઉ, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? અર્થાત્ એવા ષથી એવા રૂપે જન્મવું પડ્યું.”
શ્રેષના સંસ્કાર પરભવમાં પણ સાથે જાય છે. ૧. એક ખેડૂતનું દૃષ્ટાંત-દ્વેષના સંસ્કાર કેવા કામ કરે છે તે જણાવે છે – મહાવીર ભગવાન જ્યારે ત્રિપુષ્ટ વાસુદેવ હતા ત્યારે તે ભવમાં તેમણે સિંહને માર્યો. તેના પ્રાણ જતી વખતે bશૌતમસ્વામીનો જીવ તે વખતે તેમનો સારથિ હતો તેણે સિંહ પાસે જઈને કહ્યું હે સિંહરાજ! તને મારનાર સામાન્ય મનુષ્ય નથી, તે નૃસિંહ છે. તે સાંભળી તેના પ્રાણ ગયા.