________________
૨૬૦
સમાધિમરણ
શ્રી રામ લક્ષ્મણને ખભે ઉપાડીને ફરે છે લક્ષ્મણના સ્વર્ગવાસ પછી જ્યારે શ્રી રામ તે વાત સાંભળે છે ત્યારે તરત જ ત્યાં આવે છે અને લક્ષ્મણના મૃત દેહને નિહાળી જાણે કે તે જીવતા જ હોય એમ માનીને તેની સાથે વાતચીત કરે છે. સ્નેહીજનો ઘણા ઘણા પ્રકારે લક્ષ્મણના દેહનો અગ્નિસંસ્કાર કરવા માટે સમજાવે છે પણ શ્રી રામ કોઈની વાત સાંભળતા નથી અને લક્ષ્મણના મૃત શરીરને ખભે ઉપાડી સાથે ને સાથે ફેરવે છે. તેને ખવરાવવાની, નવરાવવાની, સુવડાવવાની ને બોલાવવાની અનેક ચેષ્ટાઓ કરે છે. જો કે શ્રી રામને આત્માનું ભાન છે પણ ચારિત્રમોહને લીધે આ બધી ચેષ્ટાઓ થાય છે. એ રીતે ચેષ્ટાઓ કરતાં દિવસોના દિવસો વીતી ગયા.
શ્રી રામનું આવું સ્વરૂપ જોઈ લવ અને કુશ વૈરાગ્ય પામ્યા પોતાના કાકાનું મૃત્યુ ને પિતાની આવી દશા નિહાળીને શ્રી રામચંદ્રજીના પુત્રો લવ અને કુશ બન્નેને સંસારથી વૈરાગ્ય થયો. બન્ને રાજકુમારો નાની ઉંમરના હોવા છતાં પણ આત્મતત્ત્વને જાણનારા છે અને મહાવૈરાગ્યવાન છે. અરે, સંસારની આવી સ્થિતિ! ત્રણ ખંડના ધણીની આવી દશા!!
એમ વિચારી વૈરાગ્યથી બન્ને કુમારો દીક્ષા લેવા તૈયાર થયા. પિતા શ્રી રામ પાસે રજા માગવા આવ્યા.
શ્રી રામના ખભે લક્ષ્મણનો દેહ પડ્યો છે ને બન્ને રાજકુમારોએ આવી અતિ વિનયપૂર્વક હાથ જોડીને વૈરાગ્યભરેલી વાણીથી રજા માંગી. હે પિતાજી! આ ક્ષણભંગુર અસાર સંસારને છોડી