________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૨૫૯
માંડી. ત્યારે મુંજરાજા કહેતો ફરે છે કે સ્ત્રીમાં કોઈ રાગ કરશો નહીં. મેં સ્ત્રીમાં રાગ કર્યો તેથી મને વાંદરાની જેમ આ ઘર ઘર નચાવે છે. રાગના સંસ્કાર કેવા ભયંકર છે કે તે ભલભલાને ભુલાવે અને મરણ પણ કરાવે. મોહ જીવને મરણ કરાવે છે
૫. શ્રી રામ અને લક્ષ્મણનું દ્રષ્ટાંત-“શ્રી રામચંદ્ર અને લક્ષ્મણ બન્ને ભાઈ બળદેવ અને વાસુદેવ હતા. બન્નેને પરસ્પર અપાર સ્નેહ હતો. એક વાર ઇન્દ્રસભામાં તે બન્નેના પરસ્પર સ્નેહની પ્રશંસા થતાં બે દેવો તેની પરીક્ષા કરવા આવ્યા અને લક્ષ્મણના મહેલની આસપાસ રામચંદ્રના મરણનું કૃત્રિમ વાતાવરણ ઊભું કરી લક્ષ્મણને કહ્યું કે
શ્રી રામ સ્વર્ગવાસ પામ્યા” એ શબ્દો કાને પડતા જ “હા! રા...મ! કહેતાં જ લક્ષ્મણ ત્યાંને ત્યાં સિંહાસન ઉપર જ ઢળી પડ્યા અને મરણ પામ્યા. જુઓ આ સંસારની વિચિત્રતા! હજી શ્રી રામ તો જીવિત હતા છતાં તેના મરણની વાત સાંભળતા જ તીવ્ર સ્નેહને લીધે લક્ષ્મણ મૃત્યુ પામ્યા.