________________
૨૫૮
સમાધિમરણ
મેં ભોગ સારા ચિંતવ્યા, પણ રોગ સમ ચિંત્યા નહીં, આગમન ઇચ્છયું ધનતણું પણ મરણને પ્રોડ્યું નહીં; નહીં ચિંતવ્યું મેં નર્ક કારાગ્રહ સમી છે નારીઓ,
મધુ બિન્દુની આશા મહીં, ભય માત્ર હું ભૂલી ગયો.” પરસ્ત્રીમાં રાગ કરશો નહીં, કરે તેને પોતાનો ગુલામ બનાવે ૪. મુંજરાજાનું દૃષ્ટાંત મુંજ રાજા તૈલંગ દેશના રાજા સાથે યુદ્ધ કરવા ગયો. તેલંગ દેશના રાજાએ તેને જીતી લઈ કારાગૃહમાં નાખ્યો. ત્યાં મૃણાલવતી તે રાજાની બહેન હતી, તે મુંજરાજા પાસે જતી. તેના રાગમાં તે રાજા પડી ગયો.
ાિ
ij
છે
ભોજરાજાએ મુંજરાજાને છોડાવવા માટે કારાગૃહ સુધી સુરંગ કરાવી પોતાના મકાને સુરંગ દ્વારા આવવા જણાવ્યું. ત્યારે મુંજરાજાએ તે મૃણાલવતીને કહ્યું કે તું મારી સાથે ચાલ. તે કહે વિચાર કરીને કહીશ. પછી એણે વિચાર્યું કે ત્યાં જઈને મને છોડી દેશે એના કરતાં એ અહીં રહે તે જ સારું. એમ વિચારી ગુપ્ત રીતે પોતાના ભાઈને સમાચાર આપ્યા કે આ મુંજરાજા સુરંગ દ્વારા પોતાના દેશમાં ચાલ્યો જાય છે. તે જાણી તૈલંગ રાજાએ તેને શહેરમાં ઘર ઘર ભીખ મંગાવવા