________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૨૫૭
| નેમિનાથનો આવો વૈરાગ્ય જોઈને રાજુલ સતીએ પણ આ ભવમાં રાગબંધનનો નાશ કરી મોક્ષે પધાર્યા.
રાગથી પોતાની પુત્રીના પેટે જ અવતરવું પડ્યું ૨. માણેકજી શેઠનું દ્રષ્ટાંત- માણેકજી શેઠ પૂર્વભવમાં ત્રિકમજી શેઠ હતા. તેમને એક જ દિકરી ખેતબાઈ હતી. તેમાં તેમને ઘણો રાગ હતો. તેના કારણે પોતાની દિકરીના પેટે જ અવતરવું પડ્યું. રાગનો પ્રતિપક્ષી વૈરાગ્ય છે. તે લાવવા માટે આ માળા ફેરવું છું. રાગ છે તે આગ જેવો છે. તે આપણા આત્માને બાળે છે. જ્યારે વીતરાગતામાં શાંતિ છે.
કરેલ રાગનું ભાન આવવાથી પશ્ચાત્તાપ કર્યો ૩. શ્રી રત્નાકરસૂરિનું દૃષ્ટાંત-શ્રી રત્નાકરસૂરિને રત્નોમાં રાગ થયો. રાજા તેમની વિકતા જોઈ રત્નો આપતા. તે બધાં સંગ્રહ કરી રાખ્યા હતા. પાલખીમાં બેસી રાજસભામાં જતા કુંડલીયા શ્રાવકે તેમને જોયા.
એમને ઠેકાણે લાવવા માટે છ મહિના સુધી એક ગાથાનો અર્થ પૂછી છેવટે શ્રાવકે સૂરિનો રત્નો પ્રત્યેનો મોહ છોડાવી વૈરાગ્ય પમાડ્યો. ત્યાંથી સૂરિ વિહાર કરી બીજે સ્થાને પધાર્યા. પછી શ્રી રત્નાકરસૂરિએ પોતાના દોષો જોઈ પશ્ચાત્તાપ માટે “રત્નાકર પચ્ચીસી' લખી છે. તેમાં જણાવે