________________
૨૫૬
સમાધિમરણ
અર્થાત્ જે જે વેળા તેવો પ્રતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રીતિભાવ કાં થયો? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.”
કોઈના મરી જવાથી કોઈ મરતું નથી' પુરુષ એમ ઇચ્છે કે મારી સ્ત્રી પહેલાં હું મરી જઉં તો સારું. સ્ત્રી એમ ઇચ્છે કે હું પહેલાં મરું તો સારું. એમ મોહને લઈને થાય છે. એના વિના હું નહીં જ જીવી શકું એમ માને, પણ કોઈના મરી જવાથી કોઈ મરતું નથી. મોહનો કેવો પ્રભાવ છે! મોહ કેવો ખરાબ છે! તેમ છતાં જીવ ત્યાંને ત્યાં માથાં મારે છે. એમ લાગે છે કે એના વિના મારાથી જિવાશે નહીં. એવું મોહને લઈને લાગે છે, પણ મરી ગયા પછી બીજી પરણે છે. એ બધું કલ્પિત છે. કૃપાળુદેવ કહે છે કે હવે જ્ઞાન થયું ત્યારે લાગ્યું કે આ કલ્પિત હતું. કેટલી વાર દુઃખ ભોગવ્યાં છે, છતાં તેનું તે જ કરે છે. જીવે કોઈ કાળે હવે એમાં જવા જેવું નથી.” (બો.૨ પૃ.૨૪)
નેમિનાથે રાગ છોડ્યો તો રાજુલનો પણ રાગ ગયો ૧. શ્રી નેમિનાથ અને રાજુલનું દૃષ્ટાંત-નેમિનાથ ભગવાન અને રાજુલને નવ ભવ સુધી રાગના સંસ્કાર ચાલ્યા. આ ભવમાં શ્રી નેમિનાથના લગ્નનો વરઘોડો રાજુલના મહેલના તોરણ સુધી જઈને પશુઓના બંધન જોઈ તેઓ વૈરાગ્ય પામી પાછા ફર્યા. અને આ ભવમાં રાગબંધનનો તેમણે અંત આણ્યો.
'
|||IIIBIRD.E