________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
૨૫૫
તેથી અગ્નિશર્મા તાપસને બહુ ક્રોધ આવ્યો કે હું ઘરમાં હતો ત્યારે પણ મને આ હેરાન કરતો હતો. અને હવે તાપસ થયો તો પણ એ મને હેરાન કરે છે. માટે ભવોભવ તેને હું મારનારો થાઉં.
નવ ભવ સુધી અગ્નિશર્માના જીવે સ્ત્રીરૂપે, પુત્રરૂપે, માતારૂપે, ભાઈરૂપે થઈને વેર લીધું. આમ હાસ્યમાં મશ્કરી કરવાથી કેવા દુઃખ જીવને ભોગવવા પડે છે તેનું આ દ્રષ્ટાંત છે. ગુણસેનનો જીવ અંતે સમરાદિત્ય કેવળી બનીને મોક્ષે જાય છે. (સમરાદિત્ય કેવળી ચરિત્રમાંથી)
હાસ્યના ફળમાં શિયાળણીએ બીજા ભવમાં વેર લીધું ૩. એક રાજકુમારનું દૃષ્ટાંત- એક રાજકુમાર હતો. તેણે રાતના એક શિયાળણીનો અવાજ સાંભળ્યો. તે એને બહુ ગમ્યો. સૈનિકોને મોકલી તે શિયાળણીને પકડી મંગાવી. પછી રાજકુમાર તેને મારે ત્યારે તે ખી ખી અવાજ કરે. તે સાંભળીને રાજકુમાર હસે અને તાલીઓ પાડી આનંદ માણે. એમ કરતા તે બિચારી મરી ગઈ. અકામ નિર્જરા થવાથી તે વ્યંતરી થઈ. રાજકુમાર પછી રાજા થયો. અને અંતે ' વૈરાગ્ય પામી દીક્ષા લઈને શું ધ્યાનમાં ઊભા હતા. ત્યારે પૂર્વે બાંધેલા કર્મનો ઉદય આવ્યો. તે વ્યંતરી શિયાળણીનું રૂપ કરીને ખી ખી શબ્દ કરતી તેને ખાવા લાગી.
પણ મુનિ સમતા રાખીને બધું સહન કરી ઉત્તમ ગતિને પામ્યા. આમ હાસ્યના ફળમાં કેવું દુઃખ ભોગવવું પડ્યું. માટે ગંભીર થવાનો અભ્યાસ કરવો યોગ્ય છે. (૨) રતિ - એટલે રાગ, પ્રેમ, પ્રીતિ= ગમવાપણું.
આપણો અનંતો પ્રેમ સંસારમાં પડ્યો છે. તેને ત્યાંથી ઉઠાવી સપુરુષ ઉપર લગાવે તો રાગ નામનો મોટો દોષ ક્ષય થાય. રાગનો પ્રતિપક્ષી ગુણ વૈરાગ્ય છે. તે લાવવા આ માળા ફેરવું છું.
પરમકૃપાળુદેવ “વચનામૃત” પાન ૧૫૬ ઉપર જણાવે છે કેરાગ કરવો નહીં, કરવો તો સત્પરુષ પર કરવો.”
મોહના કારણે એમ થાય કે એના વિના એક પળ પણ ન જીવી શકું પરમકૃપાળુદેવ પત્રાંક ૧૨૮માં રાગ વિષે જણાવે છે–“વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંત વાર છોડતાં, તેનો વિયોગ થયાં અનંત કાળ થઈ ગયો; તથાપિ તેના વિના જિવાયું, એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી.