________________
૨૦૬
સમાધિમરણ
અમને કશું ગમતું નથી. તેની બધી ઇચ્છા સુખકારી અમે માનીએ છીએ. આપ હવે ક્લેશ કરશો નહીં. સદ્ ગુરુકૃપાએ અમે સુખી થયાં છીએ અને સુખી જ રહીશું. ત્યાં રાજા રાણી આવ્યા એટલે તે દેવ બાવાનું રૂપ તજી દેવ થયો. તે કુંવર મરી નથી ગયો. માત્ર તમારી પરીક્ષા કરવાને આવ્યો હતો એમ કહી તેમને નમસ્કાર કરી તે પાછો દેવલોકે ગયો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૬૮૫) સમભાવથી સહન કરતાં જુના કર્મ જાય અને નવા ન બંધાય "राजा राणा छत्रपति, हाथियनके असवार । मरना सबको एक दिन,
સપના સપની વાર ” ભૂધર વ “દિલગીરી ભરેલો પ્રસંગ બન્યો છે. પરંતુ પરમકૃપાળુદેવનું શરણ જેણે ગ્રહણ કર્યું છે, જેને પરમકૃપાળુદેવ ઉપર પ્રીતિ, પ્રતીતિ અને ભક્તિ જાગી છે તેને આવા પ્રસંગે ધીરજ વિશેષ રહે છે. જે દુઃખ આવી પડે તે ધીરજથી, બને તેટલા સમભાવથી સહન કરવાથી જૂનાં કર્મ જાય છે અને નવાં કર્મ બંધાતાં અટકે છે. દિવસ પછી રાત આવે છે ત્યારે અણસમજુ જનો અકળાય છે, પણ રાતની રાત હંમેશાં રહેતી નથી. તેમ સુખના દહાડા બદલાતાં દુઃખના દહાડા જોવાના આવે છે, પણ હંમેશાં દુઃખ પણ ટકતું નથી. સુખમાં પણ ભક્તિ કરવી ઘટે છે ને દુઃખમાં તો વિશેષ વિશેષ ભાવથી ભક્તિ કરવી ઘટે છેજી. જીવ સુખના સમયમાં ભગવાનને ભૂલી જાય છે, તે વિચારતાં દુઃખના પ્રસંગો ભગવાનની ભક્તિ કરવા પ્રેરનાર ગણાય છે. ઘણા ભક્તોએ ભગવાન પાસે દુઃખ જ માગ્યું છે. આ અત્યારે તમને સમજાશે નહીં, પણ થોડાં વર્ષ પછી લાગશે કે પરમકૃપાળુદેવે નીચે પ્રમાણે લખ્યું છે તે સાચું છે–“જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે.” (૩૦૧).
અત્યારે તો સ્મરણમાં, વાંચનમાં, ભક્તિમાં બને તેટલો વખત ગાળવાનું કરશો. તમે બધા સમજુ છો. રોવા-કકળવાથી મરી ગયેલ પાછું આવે નહીં અને રોનારને કર્મ બંધાય. મરી ગયેલાને