________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૨૦૭
કોઈ રીતે તે મદદ કરે એમ નથી; તો રોવું, શોક કરવો, પાછળની વાતો સંભારવી એ માત્ર જીવને દુઃખી કરવાનું કામ છે; માટે શોકને સંભારવો નહીં. જે થાય તે સહન કરવું એ જ ધર્મ છે.”
(બો.૩ પૃ.૭૨૩) આજથી સમાધિમરણની તૈયારી કરનારને મૃત્યુ મહોત્સવરૂપ લાગશે “સમાધિમરણનો લક્ષ રાખી કાળ ગાળવો ઘટે છેજી. એક ઇષ્ટમાં વૃત્તિ તન્મય થાય, તન્મય રહે એમ કર્યાનો અભ્યાસ આખરે ઉપયોગી નીવડે છેજી. જે વિદ્યાર્થી બારે માસ અભ્યાસ કર્યા કરે છે તે વર્ષ આખરે સહેલાઈથી પરીક્ષા નિર્ભયપણે પસાર કરે છે; તેમ આજથી સમાધિમરણની તૈયારી કરનાર આખરે મૃત્યુને મહોત્સવરૂપે ગણી નિર્ભયપણે પરભવમાં કે મોક્ષે જાય છે. માટે પ્રમાદમાં, અન્ય ચિંતામાં આત્માને જતો અટકાવી પરમશાંતિપદની ભાવના કર્યાથી તે પદ પ્રાપ્ત થાય તેમ છેજી. ભક્તિમાં આત્માને આનંદની વૃદ્ધિ થતી રહે, સપુરુષના અપાર ઉપકારનું ભાન થાય, તેની દશા સમજાતી જાય અને શુદ્ધ આત્માની ઉત્તમતા આત્મામાં સ્થાન પામે તેવું વાંચન, ભક્તિ, જપ, તપ, વિચાર, ધ્યાન આદિ સત્સાધન કર્તવ્ય છેજી.” (બો.૩ પૃ.૭૪૭)
હરતા ફરતા જીભે મંત્ર જપાતો રહે તો આખરે સમાધિમરણ આપનો પત્ર મળ્યો. આપના પિતાને છેવટે પરમકૃપાળુદેવ ઉપર શ્રદ્ધા થઈ અને મરણપર્યત રહી તે આનંદની વાત છે. માતાપિતાને ધર્મનો બોધ કરવો એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તેમ તેમને સાચા ધર્મની પ્રાપ્તિ તમારા નિમિત્તે થઈ તે તમારી પુત્ર તરીકેની ફરજ કે તેમનું દેવું વાળ્યું ગણાય. આપણે બધાને એ માર્ગે જવાનું છે. સમાધિમરણની તૈયારી આજથી આપણે કરતા રહેવાની જરૂર છે. મંત્રનું સ્મરણ કરવાની ટેવ પાડી મૂકી હોય તો તે આખરે સ્મૃતિમાં આવી સમાધિમરણનું કારણ બને છે. માટે હરતાં, ફરતાં, કામ કરતાં જીભે મંત્ર જ જપાતો રહે તેવી ટેવ પાડવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. કેટલું જીવવાનું છે તેની કોને ખબર છે? માટે આ મનુષ્યભવનો લહાવો લઈ લેવાનું ચૂકવું નહીં. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૭૫૦)
વેદના વેદતા દેહથી ભિન્નતા રહે તો
સમાધિમરણનું કારણ થાય થવું હોય તે થાઓ, રૂડા રાજને ભજીએ'- એ સાચા દિલની ભક્તિ ભવ તારનાર છેજી. મરણ સુધી તે ભાવના ટકાવી રાખનારની બલિહારી છેજી. વેદના એ સમજની કસોટી છે. વેદના વેદતાં દેહથી ભિન્નતા રહે તો સમાધિમરણનું કારણ છેજી.” (બો.૩ પૃ.૭૫૧)
જિંદગીનો પાછલો ભાગ ઘર્મધ્યાનમાં જાય તો કલ્યાણ થાય જિંદગીનો પાછળનો ભાગ તો જ્ઞાનીપુરુષનાં વચનો કાનમાં પડ પડ થાય અને તેના જ વિચાર સ્ફર્યા કરે તેમ ગાળવા યોગ્ય છે, તે સમાધિમરણનું કારણ બને તેમ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૭૫૧)