________________
૨૦૮
સમાધિમરણ
ઘણી મુશ્કેલીઓ વેઠી પાર ઉતરે ત્યારે ઉત્તમ ગતિને યોગ્ય થાય એક ઘડાનું દ્રષ્ટાંત-“મુશ્કેલીઓ જ જીવને ઘડે છેજી. ઘડાની ઉત્પત્તિનું દૃષ્ટાંત તમે સાંભળ્યું હશે. એક નિરાશ થયેલા શિષ્યને ઘડે કહ્યું–“મને મારા સ્થાનમાંથી તીક્ષ્ણ હથિયારથી ઉખેડી, ગધેડે ચઢાવી પ્રારબ્ધ કુંભારને ત્યાં નાખ્યો. તેણે પાણી તથા ગધેડાનાં લીંડાથી મારી કદર્થના કરી, પગથી ગૂંદ્યો, હાથથી મસળ્યો, પછી એક પિંડ બનાવી ચાક પર ચઢાવી ભમાવ્યો, અનેક આકારો કરી કરી ભાંગી નાખી અંતે ઘડાના આકારે કરી ચાક ઉપરથી ગળું છેદે તેમ દોરાથી કાપી તડકે મૂક્યો.
2) :
કંઈક હું ઠર્યો કે પાછા ટપલા મારા ઉપર પડવા મંડ્યા અને અત્યારનું રૂપ થયું. એટલે મને તાપે સૂકવ્યો. તેથી સંતોષ ન પામતાં વળી અગ્નિના નિભાડામાં મને મૂકી ઘણા દિવસ તાપમાં