________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
રાખ્યો. આખરે તેમાંથી કાઢી ટકોરા મારી, સાજો રહ્યો છું એવી પરીક્ષા કરી મને જુદો રાખ્યો અને ગધેડે ચઢાવી બજારમાં આણ્યો.
૨૦૯
ત્યાંથી આ સંતના હાથમાં આવ્યો ત્યારથી અમૃત (પાણી) ભરી રાખવાનું ભાજન બન્યો છું. તેથી મુશ્કેલીઓથી હે ભાઈ ! ગભરાવા જેવું નથી. મુશ્કેલીમાં મારું વૃત્તાંત યાદ કરજે તો તું ઉત્તમ ગતિને યોગ્ય થઈશ.’ (બો.૩ પૃ.૭૫૨)
જીવનમાં શ્રદ્ધાના જે ભાવો કર્યા હશે તે આખરે સમાધિમરણ કરાવશે
“ચાર-પાંચ દિવસની માંદગી ભોગવી પૂ. ગુણચંદ્રજી મહારાજે ભાદરવા સુદ ૭ને રાત્રે લા વાગ્યે દેહ છોડ્યો છેજી. અચાનક આમ મરણ આવી પહોંચે છે તે જોઈ વૈરાગ્ય પામી ચેતવા જેવું છેજી. શાંતિપૂર્વક તેમણે આખરની વેદની સહન કરી છે અને પ. પૂ. પ્રભુશ્રીજીએ કહેલું કે આશ્રમમાં દેહ છૂટે તેનું સમાધિમરણ થશે તે તેમણે સાબિત કરી બતાવ્યું છેજી. આખી જિંદગીના ભાવોની રહસ્યભૂત મતિ મરણ વખતે વર્તે છે. તેથી પહેલાં જે જે સારા શ્રદ્ધાના ભાવો કર્યા હોય તે આખરે ઉપર આવી જીવને બચાવી લે છેજી. આપણે પણ સમાધિમરણ અર્થે પ્રમાદ તજી વિશેષ કાળજી રાખવી ઘટે છે. તે માટે જેટલો શ્રમ વેઠ્યો હશે તે લેખે આવશે. માટે જગતને રૂડું દેખાડવા કરતાં પોતામાં સહનશીલતા, ક્ષમા, વૈરાગ્ય, ભક્તિ તથા સમાધિભાવ વર્ધમાનતાને પામે તેવો પુરુષાર્થ આ દેહે કર્તવ્ય છેજી. આવા પ્રસંગો આપણને ચેતવણી આપે છે, જાગૃતિ પ્રેરે છે અને શિથિલતા તજી દૃઢ આશ્રયભક્તિની વૃદ્ધિ કરી કલ્યાણ તરફ દોરે છે.’” (બો.૩ પૃ.૭૫૪)