________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૨૦૫
|
રાણી કહે અમને સદગુરુયોગે ભક્તિ મળવાથી શાંતિ અનુભવીએ છીએ
રાણીજીએ કહ્યું : બાવાજી, આ ચોગાનમાં આ આંબો છે. તેના ઉપર ઘણી કેરીઓ બેસે છે. તેમાંથી ઘણી તો ગરી જાય છે. કોઈ વધે તે બીજા તોડી લે છે. તેમ મને ઘણાં સંતાન થયાં અને મરી ગયાં. આયુષ્યબળે યુવાવસ્થા આ કુંવર પામ્યો ત્યાં વળી કાળે તેનો પ્રભાવ જણાવ્યો. બનનાર છે તે ફરનાર નથી. અમને સદ્ગુરુનો યોગ થયો છે તેથી અમને ભક્તિ એ જ આ ભવમાં અત્યંત પ્રિય છે, તેટલી પ્રીતિ કુંવર પ્રત્યે પણ નથી. હવે જિંદગી ટકશે ત્યાં સુધી ભક્તિ કરી આ આત્માનું હિત કરીશું. પણ આપને આટલો ક્લેશ થાય છે તે જાણી નવાઈ લાગે છે. ત્યાંથી ઊઠી તે દેવ કુંવરની પટરાણી પાસે ગયો. ત્યાં જઈ વાળ તોડવા લાગ્યો, છાતી કૂટવા લાગ્યો. તે જોઈ પટરાણીએ પૂછ્યું : બાવાજી! આમ કેમ કરો છો ? તેણે કહ્યું : તમારું નસીબ
ફુટી ગયું. કુંવરજીને વાઘે મારી નાખેલા મારી ઝૂંપડી પાસે જંગલમાં જોયા ત્યારથી મને ચેન પડતું નથી. તમને ખબર કહેવા આટલે દૂર આવ્યો છું. તે બાઈ બોલીઃ બાવાજી ! આવ્યા તે સારું કર્યું. પણ મારી વાત સાંભળો.” કુંવરની પટરાણી કહેઃ અમને ભગવાન સિવાય બીજું કશું ગમતું નથી
હું ક્યાં જન્મેલી, ક્યાં ઊછરેલી અને પૂર્વના સંસ્કારે આ કુટુંબમાં આવી ચઢી, પણ મોટો લાભ તો અમને સદ્ગુરુનો યોગ થયો અને સાચી ભક્તિ પ્રાપ્ત થઈ ત્યારથી અમે બધાં કુટુંબનાં જાણે મરી ગયાં હોઈએ અને અહીં માત્ર રાજ્યને જોવા માટે આવ્યાં હોઈએ તેમ મહેમાન તરીકે રહીએ છીએ. ભગવાન સિવાય