________________
૨૦૪
સમાધિમરણ
લશ્કરની લઈ જંગલમાં જતો હતો, તે જોઈ દેવે બાવા-યોગીનું રૂપ ધારણ કર્યું ને રાજસભામાં ગયો. આંખોમાં આંસુ લાવી, ગળામાં ડૂમો ભરાયો હોય તેવો દેખાવ કરી તેણે કહ્યું : હે રાજાજી ! મોટી ઉમ્મરે આપને એક કુંવરની પ્રાપ્તિ થઈ, તે રાજ્ય ચલાવે તેવા થયા ત્યારે શિકાર કરવા આવ્યા હશે તે મારી ઝૂંપડી પાસે વાધે મારી નાખેલા મેં જોયા, ત્યારથી મારી આંખોમાં આંસુ સુકાતાં નથી. રાજ્યનું હવે શું થશે ?
રાજાએ યોગીને આસન પર બેસાડી પૂછ્યું : યોગીરાજ ! આપ કેટલાં વર્ષથી જંગલ સેવો છો ? યોગી બોલ્યા, પચ્ચીસ વર્ષથી. ત્યાં શું કરો છો ? તો કહે, ઈશ્વરભજન.”
પચ્ચીસ વર્ષથી ઈશ્વરભજન છતાં આટલો કલેશ! રાજાને આશ્ચર્ય
રાજાએ કહ્યું : બાવાજી ! આપ આટલો ક્લેશ કરો છો, તો તમને સાચા ગુરુ મળ્યા નથી એમ લાગે છે. નહીં તો પોતાનો દીકરો મરી જાય તોપણ ક્લેશ કરવો નકામો સમજાવો જોઈએ. જો તમને પારકા છોકરાનું આટલું બધું લાગી આવે છે, તો વૈરાગ્ય વિના ઈશ્વરભજન કેવું કરતા હશો ? માટે હવે સદુ
ગુરુ શોધી સાચો વૈરાગ્ય પામી ઈશ્વરને ઓળખી મનુષ્યભવ સફળ કરો. એમ કહી રજા આપી. ત્યાંથી રાણી પાસે તે ગયો. બૈરાં આગળ વળી વધારે ફેલ દેવમાયાથી તે કરવા લાગ્યો. હાંફતો હાંફતો છાતી કૂટતો તે કહેવા લાગ્યો : રાણીજી ! સત્યાનાશ વળી ગયું, કુંવરજીને વાઘે મારી નાખેલા મારી ઝૂંપડી પાસે જ મેં જોયા. તેથી દોડતો દોડતો તમને ખબર કહેવા આવ્યો છું. રાણીજીએ તેમને બેસાડી પાણી પાયું. મોં-માથું સાફ કરી સ્વસ્થ થવા કહ્યું એટલે તે બેઠો, પાણી પીધું.”