________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘સમાધિમરણ' માટે બોઘામૃત ભાગ-૧, ૨, ૩,માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૧૫૫
અનિશ્ચિત એવા આ દેહવડે શીઘ્ર આત્મહિત કરી લેવું
“સંદેશરના એક મુમુક્ષુ હતા. તેમને બેચાર દિવસ ઉપર કોઈ દુશ્મને આશ્રમ અને સંદેશરની વચમાં માર મારી મારી નાખ્યા. આમ અચાનક મૃત્યુ ક્યારે આપણને ઉપાડી જશે? તે કહેવાય નહીં. કરોડો રૂપિયા ખર્ચતાં પણ મનુષ્યભવ ન મળે. તે આમ જોતજોતામાં ચાલ્યો જાય છે અને ધર્મનાં કરવાનાં કાર્યમાં વિઘ્ર આવી પડે છે. પણ અભાગિયો જીવ વિચારતો નથી કે જ્યાં સુધી શરીર સારું છે, યુવાવસ્થા છે, ઇંદ્રિયો હાનિ પામી નથી ત્યાં સુધી ધર્મ આરાધી શકાશે. પછી વૃદ્ધાવસ્થામાં અનેક રોગ, અશક્તિ, પરાધીનતાને વશ પડશે ત્યારે શું બનવાનું છે? કે મરણ પામી કાગડા કૂતરાના કે નરકના હલકા અવતારમાં જીવ શું કરી શકવાનો છે ? માથે મરણ છે, જોતાં ઝેર છે, પગ મૂકતાં પાપ છે એમ વિચારી આજના દિવસમાં પ્રવેશ કરવાની પરમ