________________
૧૫૪
સમાધિમરણ
ચાર જણ નક્કી કર્યા હતા. એક જણ ખાવા માટે જાય તો બીજો બેસે. બીજો જાય તો, ગમે તે એક ત્યાં બેઠો રહે; એમ નિરંતર રાતદિવસ પાસે બેસી રહેતા. ચાર-પાંચ દિવસમાં એનો દેહ છૂટી ગયો. સમાધિમરણ થયું. મહા-પુરુષનું એક વચન લઈને ઘસી નાખ્યું તો કામ થઈ ગયું. ચાર જણ જે સેવામાં હતા તે એમને બાળવા ગયા. તે ચારે જણને તે જ દિવસે ગાંઠ નીકળી તેથી દેહ તેઓનો પણ છૂટી ગયો.”
આવું દેહનું ક્ષણભંગુરપણું અંબાલાલભાઈ પહેલાં પ્રભુશ્રીજીને કહી આવ્યા હતા કે તમે વટામણ જાઓ. કૃપાળુદેવે મને જે વાત તમને કહેવા કહ્યું છે, તે કહેવા માટે હું વટામણ એક બે દિવસમાં આવું છું. એટલામાં અંબાલાલભાઈના દેહ છૂટવાના ખબર મળ્યા, તેથી પ્રભુશ્રીજીને એમ થયું કે શું! મને કાલે તો કહેતા હતા કે હું આવું છું, તમે જાઓ, વાત મનાઈ નહીં.” (બો.૧ પૃ.૫૨૭)