________________
સમાધિમરણ
કાંઈ નક્કી કર્યું? ત્યારે પોતે કહ્યું કે હા, સાહેબજીએ એમ કહ્યું છે કે કેવળજ્ઞાન થયા વિના મોક્ષ હોય નહીં...તેથી છેવટના સમયે અત્યાર ની સ્થિતિ જોતાં અને સાહેબજીની કૃપાથી એક બે મિનિટ જો કેવળજ્ઞાન થશે તો તો આજ ભવે મોક્ષ. નહીં તો એક ભવ કરીને મોક્ષ જરૂર થશે. ત્યારે મણીલાલે પૂછ્યું કે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તો અમને ખબર કેમ પડે? ત્યારે પોતે કહ્યું કે—એક, બે મિનિટ જો બની શકશે તો હું તે વખતે જે
કહેવાનું હશે તે કહીશ. એવી વાત કરી હતી તે આપની સેવામાં નિવેદન કરું છું.” પરમકૃપાળુદેવે કરેલ શ્રી સોભાગભાઈની અંતર આત્મદશાની પ્રશંસા “આર્ય શ્રી સોભાગે જેઠ વદ ૧૦ ગુરુવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂક્યાના સમાચાર વાંચી ઘણો ખેદ થયો છે. જેમ જેમ તેમના અદ્ભુત ગુણો પ્રત્યે દૃષ્ટિ જાય છે, તેમ તેમ અધિક અધિક ખેદ થાય છે.
૪૦
k
જીવને દેહનો સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દૃઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી.’” (વ.પત્રાંક ૭૮૨)
આ કાળમાં શ્રી સોભાગભાઈ જેવા વિરલા પુરુષ મળે
“આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે.” શાંતિઃ શાંતિઃ શાંતિઃ. (વ.પત્રાંક ૭૮૨)