________________
સમાધિમરણ કરેલ ઉત્તમ મહાપુરુષોના દ્રષ્ટાંતો
પરમકૃપાળુદેવનું
થયેલ પરમોત્તમ સમાધિમરણ સમાધિમરણ સમયે પરમકૃપાળુ દેવના અંતિમ ઉદ્ગાર :
માને ઠીક રાખજે' હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું
ભાઈ મનસુખભાઈએ શ્રીમદ્દી આખર સુધીની સ્થિતિ ટૂંકામાં એક પત્રમાં લખી છે તે આ પ્રમાણે છે :
“મનદુઃખ-દું છેવટની પળ પર્યત અસાવધ રહ્યો. તે પવિત્રાત્માએ આડકતરી રીતે ચેતવ્યું. તથાપિ રાગને લઈને સમજી શક્યો નહીં. હવે સ્મરણ થાય છે કે તેઓએ મને અનેક વાર ચેતવણી આપી હતી. હું અજ્ઞાન, અંધ અને મૂર્ખ તેઓશ્રીની વાણી સમજી શકવાને અસમર્થ હતો. દેહત્યાગના આગલા દિવસે સાંયકાળે રેવાશંકરભાઈ, નરભેરામ હું વગેરે ભાઈઓને પરમકૃપાળુદેવે કહ્યું :
તમે નિશ્ચિંત રહેજે,
આત્મા શાશ્વત છે. “તમે નિશ્ચિંત રહેજો, આ આત્મા શાશ્વત છે, અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે, તમે શાંત અને સમાધિપણે પ્રવર્તશો. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ દ્વારાએ કહી શકવાની હતી તે કહેવાનો સમય નથી. તમે પુરુષાર્થ કરશો.” આવી સ્પષ્ટ ચેતવણી છતાં અમે રાગના કારણથી ચેતી શક્યા નહીં. અમે તો એમ બફમમાં રહ્યા કે અશક્તિ જણાય છે. રાત્રિના અઢી વાગ્યે અત્યંત શરદી થઈ તે સમયે તેઓશ્રીએ જણાવ્યું કે નિશ્ચિંત રહેજો, ભાઈનું સમાધિમૃત્યુ છે.”