________________
૪૨
સમાધિમરણ
‘હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું'
ઉપાયો કરતાં શરદી ઓછી થઈ ગઈ. પોણા આઠ વાગ્યે સવારે દૂધ આપ્યું, તે તેઓએ લીધું. તદ્દન સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયા રહ્યાં હતા. પોણા નવે કહ્યું : “મનસુખ, દુઃખ ન પામતો; માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.