________________
૩૧૨
સમાધિમરણ
આરાધક સુશ્રદ્ધાવાળા હોય ગૃહસ્થ, સુસંગ ચહે, ત્યાગી, વિરાગી, સુશ્રુત, સુધર્મા શોધી શિક્ષા નિત્ય
અર્થ :- સમાધિમરણના સાધકની, ચતુર્વિધ સંઘ જે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા કહેવાય તે બધા વૈયાવચ્ચ એટલે સેવા કરે છે. સુસંઘપતિ કહેતા આચાર્ય ભગવંત સાધકને ઉપદેશ આપે છે. વળી નિર્ધામક એટલે સેવા કરનાર સાધુ અને વાચક એટલે ઉપાધ્યાય સાધક મુનિને સમાધિમરણ કરવામાં ઘણી મદદ આપે છે.
સમાધિમરણ કરનાર જો શ્રદ્ધાવંત ગૃહસ્થ હોય તો તે હમેશાં સત્સંગને ઇચ્છે છે. ત્યાગી, વૈરાગી, બહુશ્રત અને ધર્માત્માને શોધી તેમની પાસેથી રોજ શિક્ષા ગ્રહણ કરે છે. ૪૪.
સદારાધના સમ્યક્ દર્શન-જ્ઞાન-ચરણ-તપ રૂપ ગણી કળિકાળમાં અસત્યસંગે વિરલ ગૃહાશ્રમમાંહિ ભણી; તોપણ ઉત્તમ જનને યોગે સત્પરુષાર્થ સફલ થાશે,
સ્નેહ, મોહનો પાશ તજી આરાધક શાંત સ્થળે જાશે. ૪૫ અર્થ – મહાપુરુષોએ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર - તપને સદ્ આરાધના ગણી છે. પણ આ કળિકાળમાં આરંભ પરિગ્રહના અસત પ્રસંગો ગૃહસ્થાશ્રમમાં હોવાથી આ આરાધના ત્યાં કરવી વિરલ છે.
તોપણ ઉત્તમ પુરુષોના યોગમાં સસ્તુરુષાર્થ કરવામાં આવે તો સફળ થઈ શકે એમ છે. તે માટે સમાધિમરણનો આરાધક કુટુંબ વગેરેના મોહના પાશ એટલે જાળને તજી દઈ શાંત સ્થળે આરાધના કરવા માટે જશે તો સફળતા પામશે. I૪પના શાંતિ-સ્થળ એકાન્ત વિષે પણ પરવશ સંગ-પ્રસંગ પડે,
તો કરી ત્યાગ જ વાતચીતનો, મૌન રહ્યું નહિ કાંઈ નડે; શુદ્ધ સ્વરૃપનું સ્મરણ, શ્રવણ, સજ્જનસંગે ઑવ જો કરશે, તો કળિકાળ વિષે પણ સંયમ સાધી ઉર હિતથી ભરશે. ૪૬
અર્થ :- સમાધિમરણના આરાધકને એકાંત એવા શાંતિ સ્થળમાં પણ જો પરવશ કરે એવા સંગપ્રસંગ આવી પડે તો વાતચીતનો જ ત્યાગ કરી દેવો. મૌન ધારણ કરવાથી તે વિક્ષેપ નડશે નહીં.
શુદ્ધ સહજાત્મસ્વરૂપનું સ્મરણ કે જ્ઞાની પુરુષના બોધનું