________________
સમાધિમરણ માટે ‘પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ
૩૧૩
શ્રવણ, જો જ્ઞાનીપુરુષના આશ્રિતના સંગે જીવ કરશે તો આ કળિકાળમાં પણ સંયમની આરાધના કરીને તે ભવ્યાત્મા પોતાના આત્માનું હિત કરી શકશે. ૪૬ાા
સ્વ-પરધર્મ પોષે પરમાર્થી ઉપદેશક કરુણા-સિલ્યું, સંયમ, ત્યાગ, વ્રત, શુભ ધ્યાને આરાધક મન જોડી દીધુંપ્રભાવના તો ઉત્તમ કીધી; તર્જી આળસ સેવા સાધે, કર્મવશે આરાધક વર્તે વિપરીત, પણ ના રીસ વાધે. ૪૭
અર્થ - સ્વ-પર ધર્મને પોષણ આપનાર એવા પારમાર્થિક કરુણાસિંધુ ઉપદેશક ગુરુએ સમાધિમરણના આરાધકનું મન, સંયમ, ત્યાગ, વ્રત કે શુભધ્યાનમાં જોડવામાં મદદ કરીને ઉત્તમ પ્રભાવના કરી તથા આળસ તજીને સેવા કરી છતાં કર્મવશાત્ આરાધક વિપરીત રીતે વર્તે તો પણ તે ક્રોધને વશ થતાં નથી. //૪શા. તિરસ્કાર કરી કરે અવજ્ઞા, ભૂખ-તરસ ના સહી શકે, વ્રત તોડે આરાધક, તોયે નિર્યાપક ના ફરજ ચૂકે; ધીરજ રાખી સ્નેહભર્યા હૃદયંગમ વચને તે સિંચે
ધર્મભાવરૃપ લતા મનોહર, આરાધક-ઉર લે ઊંચે. ૪૮ અર્થ :- સમાધિમરણનો આરાધક ભૂખ તરસનું દુઃખ સહન ન થવાથી આચાર્ય કે ઉપાધ્યાયની અવજ્ઞા કરે, તિરસ્કાર કરે, વ્રત તોડે તો પણ નિર્યાપક એટલે સંથારો કરેલો હોય તેને સદુપદેશથી દ્રઢ કરનાર સાધુ, ચુતગુરુ કે શિક્ષાગુરુ તે પોતાની ફરજ ચૂક્તા નથી.
પણ ધીરજ રાખીને સ્નેહભર્યા હૃદયંગમ એટલે હૃદયસ્પર્શી વચનરૂપ જળવડે ધર્મભાવરૂપ સુંદર લતાને પોષે છે. જેથી આરાધકનું મન શાંત બનીને ફરીથી સમાધિમરણને સારી રીતે સાધે છે. ૪૮ાા .
(૫૩) સમાજ-સ્મરણ
ભાગ-૨
ઉપદેશક કરુણારસ-વચને આરાધક-દુખ દૂર કરે - “હે! આત્માર્થી, કાયરતા તજીં, ખરી શૂરવીરતા ધાર,