________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૨’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૨૧૩
જો એવા ભાવો મરતી વખતે આવ્યા તો સમાધિમરણ ન થાય. મરણ આવશે ત્યારે કોઈ બચાવે એમ નથી. આ બધા સંગ છે તે તુચ્છ છે. “આત્માથી સૌ હીન” આ અનિત્ય પદાર્થો આત્માથી ભિન્ન છે. મારું મારું મનાતું હોય તો તું એને મરણ પહેલાં છોડ. આખી જિંદગી મારું મારું કરીશ, તોય તારું થવાનું નથી. મારું મારું કરવાથી મારું થવાનું નથી, એમ વિચારવાનું વિચારે છે. કોઈ કોઈને શરણે રાખે એમ નથી. માથે મરણ છે. જેટલો મોહ વસ્તુઓમાં થાય છે તેટલો અવિચાર છે.” (બો.૨ પૃ.૨૯૫)
જગતમાં ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આત્મા, “આત્માથી સૌ હીન' “ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આત્મા છે. એને મૂકી બીજાને લેવા જાય છે. એ જ એનું મિથ્યાત્વ છે, ગાંડપણ છે. મોહ ગયા વિના મોક્ષ થાય નહીં. અનંતકાળ સુધી ભ્રમણ કરાવે એવો મોહ છે. દુઃખી થવું હોય તો મોહ કરવો. સમજીને મોહ છોડી દેવો. કોઈ પણ પ્રકારે મોહથી દૂર થવું. એના જેવો એકે સુખનો રસ્તો નથી. એવા વિચારથી વિચારવાન વૈરાગ્યભાવ કરે છે. વિચાર કરે તો બધાને એવું જ લાગે.” (બો.૨ પૃ.૨૯૬) માથે મરણ છે તોય જીવ મોહને છોડતો નથી
“મરણ એ વૈરાગ્યનું કારણ છે. માથે મરણ છે તોય જીવ મોહમાં ફસાઈ રહ્યો છે, તો મરણ ન હોત તો તો ધર્મને કોઈ સંભારત પણ નહીં. ભોગભૂમિના મનુષ્યોને મરણનો વિચાર આવતો નથી. આપણે કોઈને મરતાં દેખીએ, ત્યારે લાગે કે માથે મરણ છે. એવા વખતે પણ વિરલા ચેતે છે. ચેતવાના પ્રસંગે થોડીક વાર સ્મશાનવૈરાગ્ય પ્રાપ્ત થઈ નાશ પામી જાય છે. હળુકર્મીને ધર્મ સાંભરે છે, નહીં તો એવા પ્રસંગો ભૂલી જાય છે. મરણનો ડર લાગે તો અધર્મને રસ્તે જીવ ચડે નહીં. નહીં તો સાધુ થાય અને માગી ખાતો હોય તો પણ કંકાસ કર્યા વિના રહે નહીં.
ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થકા, મોહ નડિયા કલિકાલ રાજે.” (આ૦૧૪) કોઈનો મરણપ્રસંગ આવે ત્યારે આત્માનું કલ્યાણ થાય એવો નિશ્ચય કરવો. કોઈ ઘડપણમાં, કોઈ બાલઅવસ્થામાં, કોઈ યુવાવયમાં, કોઈ પાંચ વર્ષે, કોઈ પચ્ચીસ વર્ષે એમ મરી જાય છે. ગમે ત્યારે મરણ આવે છે. એથી ચેતવાનું છે.
ઘણા મહાપુરુષો એવા થઈ ગયા છે કે વહેલો દેહ છોડી ગયા પણ આત્માનું કામ કરીને ગયા છે. તીર્થકર જેવા ત્રણ જ્ઞાનના ધર્તા ત્રીસ વર્ષની યુવાવયમાં સંસાર છોડી ચાલી નીકળ્યા.