________________
૨૧૨
સમાધિમરણ
નથી. કંઈ કામ ન હોય, નવરાશ મળી હોય તો પણ કંઈને કંઈ લઈ બેસે છે. જેટલો ઉપાધિનો ત્યાગ થાય તેટલું સમાધિનું કારણ થાય છે.
ઉપવાસનો અને પારણાનો એ બેય દિવસ તપાસે તો ખબર પડે કે ઉપવાસના દિવસે કંઈ ફિકર ચિંતા નથી અને પારણાને દિવસે ઉપાધિ છે. જેને આજ્ઞા મળી છે, તેને નિવૃત્તિ બહુ સારી છે. સમજીને નિવૃત્તિ લે તો પ્રવૃત્તિમાં હોય તો પણ નિવૃત્તિનો સ્વાદ ન ભૂલે. આત્માનો સ્વભાવ ઉપાધિ કરવાનો નથી. એ તો કર્મને લઈને આવી પડ્યું છે. સાધુને પણ મનવચનકાયાની પ્રવૃત્તિ રોકવાની કહી છે. પ્રવૃત્તિ કરવી પડે તો સમિતિપૂર્વક વર્તે અને પાછા ગુતિમાં આવવાનો લક્ષ રાખે.” (બો.૨ પૃ.૨૩૩).
જીવનો વધારેમાં વધારે પ્રેમ શરીરમાં, તેના માટે સર્વસ્વ આપવા તૈયાર
“આ દેહ ક્ષણભંગુર છે. પાણીના પરપોટાની જેમ ફૂટી જાય એવો આ દેહ છે. જે ફૂલ સવારમાં ખીલેલું હોય તે તાપ પડતાં કરમાઈ જાય છે, તેમ ગમે તેવું સુંદર શરીર દેખાતું હોય અને જો વ્યાધિ આવી તો બીજાં થઈ જાય, ઊલટી અને ઝાડા થતા હોય તો પાસે પણ ઊભું ન રહેવાય એવું થઈ જાય. દેહમાં પ્રીતિ કરવાથી કંઈ નીકળે એવું નથી.
આખું જગત મોહમાં પડ્યું છે. જ્ઞાની એને બોજો ગણે છે. વેઠિયાને માથે બોજો મૂક્યો હોય તેમ જ્ઞાનીને આ શરીર લાગે છે. વધારેમાં વધારે પ્રીતિ દેહમાં છે એ સુખનું કારણ નથી, તો પછી ધન, સ્ત્રી વગેરે બીજા પદાર્થો કેમ કરી સુખ આપે? જીવ વિચાર કરે તો એને દેહના કરતાં કંઈ ચઢિયાતું લાગતું નથી. કૃપાળુદેવે “મુનિસમાગમ'નો પાઠ લખ્યો છે, તેમાં લખ્યું છે કે જે વખતે રાજાને સાપ કરડવા આવ્યો તે વખતે રાજાને થયું કે હવે મને કોણ બચાવે? કોઈ આવી બચાવે તો હું એને મારું આખું રાજ્ય આપી દઉં, રાણીઓ બધી આપી દઉં, ધન વગેરે બધું આપી દઉં અને આખી જિંદગી સુધી એનો દાસ થઈને રહું એમ થયું. જીવને આ દેહ પ્રત્યે અત્યંત પ્રીતિ છે, તેય જીવને સુખી કરી શકતો નથી, તો પછી બીજી વસ્તુઓ શું સુખી કરી શકે?” (બો.૨ પૃ.૨૪૭)
મારાપણું મરતી વખતે આવ્યું તો સમાધિમરણ ન થાય પૂજ્યશ્રી–મરણના પ્રસંગે એટલે કોઈ યુવાન મરી જાય ત્યારે લાગે કે સંસાર અસાર છે, અનિત્ય છે, અશરણ છે. ખેદના પ્રસંગમાં ખેદ કરે તો કર્મ બંધાય. માટે એનો બીજો રસ્તો લેવો.
મોહથી ખેદ કરે તો કર્મ બાંધે. એ જ ખેદ જો વૈરાગ્યસહિત હોય તો છૂટે. મોહ સહિત ખેદ હોય તો કર્મ બંધાય છે.
મારાપણું જેને થતું હોય તે વિચારવાન હોય તો વિચારે કે મારું શાનું? મારું કરીને કોઈ મોક્ષે ગયા નથી. વિચારવાન હોય તો વારંવાર એ પ્રસંગ સંભારે, તેથી વૈરાગ્ય ભણી વૃત્તિ તે કરી નાખે છે. મારે કશામાં મારાપણું માનવું નથી. મારાપણું જો અંતરંગમાં લાગતું હોય તો ત્યાગ કર. આનું ફળ ખોટું આવશે.