________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૨૧૧
તો મારું સમાધિમરણ થશે એવી શ્રદ્ધા કૃઢ કરી જો આવશો તો હિતકારી છેજી. તમે તો સમજુ છો પણ જે દ્રઢતા જોઈએ તે રહેતી નથી. મરણથી પણ ડરવું નહીં એવી અડગ શ્રદ્ધા અને સહનશીલતા જીવ ધારણ કરે તો દુઃખના ડુંગર પણ દૂર થઈ જાય. શ્રી ગજસુકુમાર જેટલું તો આપણને દુઃખ નથી આવ્યું છતાં મારું મારું માનું હોય ત્યાં જીવ તણાઈ જાય છે. તે અહંભાવ-મમત્વભાવને શત્રુ સમજી, એક પરમકૃપાળુદેવ જ મારા છે, તેને શરણે મારા આત્માનું કલ્યાણ જ થશે; ભલે દેહના દંડ દેહ ભોગવે તે તો ના કહ્યું અટકે તેમ નથી, પણ આટલો ભવ સહનશીલતા કેળવવા અને સમાધિમરણ સાધવા ગાળવો છે એમ દૃઢતા કર્તવ્ય છેજી.” (બો.૩ પૃ.૭૯૧)
દેહને ઘર્માર્થે જાળવવો છે એમ વિચારી દવા કરવી પડે તો કરવી “દેહને લાભ થશે એમ જાણી અને શરીર સારું થશે તો મોજશોખ કરીશું એમ ગણી દવા કરવાની નથી, પણ મનુષ્યભવ દુર્લભ છે, તેને ધર્માર્થે જાળવવો છે, એમ વિચારી દવા કરવી પડે તો કરવી. દેહ મને મદદરૂપ છે, તેથી ઉપચાર કરું છું. દેહ આત્માને કામ આવે તેથી ઉપચાર કરું છું.” (બો.૨ પૃ.૧૩૯)
બહારના પદાર્થોમાં વૃત્તિ ન જાય તે જ ખરી સમાધિ લોકો શ્વાસ રોકે ત્યારે સમાધિ કહે છે, પણ એ સમાધિ નથી. ભગવાને સમાધિ શાને કહી છે? તે કૃપાળુદેવ કહે છે કે “આત્મપરિણામની સ્વસ્થતા એટલે આત્મામાં રહે, બહારના પદાર્થોમાં વૃત્તિ ન જાય તે સમાધિ છે. નહીં તો જીવ ઠગાઈ જાય. આત્મપરિણામની સ્વસ્થતા આત્મા ઓળખાયા વગર ક્યાંથી થાય? રાગદ્વેષથી આત્માનાં પરિણામ ચંચળ થાય છે. એ રાગદ્વેષ ન થાય ત્યારે સમાધિ કહેવાય. સમ્યગદર્શન થયા પછી એને સહજ સમાધિ રહે છે.” (બો.૨ પૃ.૨૧૩)
ઉપાધિનો ત્યાગ થાય ત્યારે સમાધિસુખ પ્રગટે જીવને દુઃખ આધિ-વ્યાધિ-ઉપાધિનું છે. મનમાં ચિંતા થાય તે આધિ, શરીર સંબંધી દુઃખ તે વ્યાધિ અને બહારની કડાકૂટ તે ઉપાધિ છે. એથી નવરો થાય તો વિચાર જાગે. જેને ઉપાધિ ન હોય તેને એટલી ચિંતા ઓછી છે અને અવકાશ મળે છે. તે અવકાશ જ્ઞાનીની આજ્ઞા આરાધવામાં ગાળે તો તેથી સમાધિસુખ પ્રગટે. “જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે.” એ વાત જો હૃદયમાં ચોંટી જાય તો કામ થાય એવું છે. ઉપાધિ તો પૂર્વકર્મ છે, પણ સમાધિ રાખવી આપણે હાથ છે. જેટલી ઉપાધિ છે તેટલી અનાથતા છે. જેટલી ઉપાધિ તેટલી અસમાધિ. ઉપાધિનો ત્યાગ થાય તેટલી સમાધિ થાય. ઉપાધિ છોડી નિવૃત્તિ લેવી એને ગમતી