________________
૨૩૪
સમાધિમરણ
પૂજ્યશ્રી બ્રહાચારીજીએ કરાવેલ મુમુક્ષુઓના સમાધિમરણ
(પૂ.શ્રી બ્રહ્મચારીજી સચિત્ર જીવનદર્શનમાંથી ઉદ્ભૂત) પૂજ્યશ્રી બ્રહાચારીજીએ ગામ સુણાવ આવી શ્રી કાભાઈનું કરાવેલ સમાધિમરણ
“એક દિવસ ઓચિંતા પૂ.શ્રી બ્રહ્મચારીજી અગાસ આશ્રમમાંથી સુણાવ ઉપાશ્રયે આવી પહોંચ્યા, અને કહે : “કાભાઈ મુનદાસને
ત્યાં જવું છે.” અમે બધા પૂજ્યશ્રી સાથે કાભાઈ ને
ત્યાં ગયા. કાભાઈ માંદા હતા. ત્યાં ભક્તિ કરી તેમને મંત્રની સ્મૃતિ આપી બોધવડે જાગૃત કરી પૂજ્યશ્રી ત્યાંથી પાછા વળ્યા. થોડી જ વારે કાભાઈએ દેહત્યાગ કર્યો. કાભાઈ માંદા હતા તે અમે ગામમાં હોવા છતાં જાણતા નહોતા, પણ કાભાઈના જીવનનો આજે છેલ્લો દિવસ છે એમ પોતાના અંતરજ્ઞાનથી જાણી પૂજ્યશ્રી સુણાવ આવી પહોંચ્યા હતા.” (પૃ.૮૧)
પૂ.શ્રી બ્રહાચારીજીએ ભોળા જીવના સમાધિમરણ અર્થે આપેલ સ્મરણમંત્ર “પ્રભુશ્રી કહે–ભોળાબાળાનું કામ થશે, ડાહ્યા ડહાપણ કરનારા રહી જશે
“અમારા સુણાવ ગામમાં એક જેસંગ નામનો મુમુક્ષુનો છોકરો જરા ગાંડા જેવો પણ ભોળો હતો. તેણે પોતાને મંત્ર આપવા ખૂબ આગ્રહ કર્યો ત્યારે પૂજ્યશ્રી તેને મંત્ર આપવા ઊભા થયા. તે