________________
૧૬૦
સમાધિમરણ
સુદર્શનાએ તરત જ ત્યાં જિનપ્રાસાદ કરાવ્યો. પોતાના પૂર્વભવની સ્મૃતિ જાળવવા “શકુનિકા વિહાર' એવું નામ રાખ્યું. મંદિરમાં શ્રી મુનિસુવ્રત સ્વામીની મરકત મણિમય મૂર્તિ સ્થાપી. નિરંતર ભાવપૂર્વક ત્રિકાલ પ્રભુપૂજા કરવા લાગી. - સાધુ સમાગમથી સુદર્શનાના જીવનમાં પલ્ટો આવ્યો. એક સાધ્વીની જેમ જીવન ગાળવા લાગી. શ્રાવકના બાર વ્રતો લઈ પાલન શરૂ કર્યું. અચાનક તેને લાગ્યું કે મારું આયુષ્ય અતિ અલ્પ છે, પછી તો મુક્ત હસ્તે દાન આપવા માંડ્યું. બધાની સાથે ક્ષમાપના કરી, અરિહંતાદિ
ચાર શરણ સ્વીકાર્યા અને ફાગણ સુદ પૂનમના દિવસે અનશન કર્યું. સમાધિપૂર્વક વૈશાખ સુદ પંચમીએ સ્વર્ગવાસ થયો. સમાધિપૂર્વક મૃત્યુ પામવાથી ઈશાન દેવલોકમાં મહર્બિક દેવપણે ઉત્પન્ન થઈ.”
આમ સાધુસંતોના સમાગમથી આર્તધ્યાન ત્યજી સમળીમાંથી રાજકુમારી બની, સંસારની અલ્પ પણ સુખેચ્છાને ત્યાગી, એક સાધ્વીની જેમ જીવન ગાળી, પોતાના આત્માનું કલ્યાણ કર્યું.
(‘ચંદ્રરાજાનો રાસ’ના આધારે) ભગવતુ દર્શન, સત્સંગની ભાવના સદેવ રાખવી “આપના ભાવ સત્સંગ સમાગમ અર્થે વર્તે છે તે સારું છે. તે જ કર્તવ્ય છે. નંદ મણિકારનો જીવ દેડકો લશ્કરથી વટાઈ ગયો હતો પણ દર્શનની ભાવના રાખી હતી તો તેની સદ્ગતિ થઈ હતી, તેમ જેવા ભાવ તેવા પ્રભુ ફળે તથા વેદનીય કર્મ તો જ્ઞાની કે અજ્ઞાની સર્વેને ભોગવ્યા વિના છૂટકો નથી.” (બો.૩ પૃ.૫૮).
નંદ મણિકાર દેડકો થયો પણ ભાવના દર્શનની તો દેવગતિ પામ્યો નંદ મણિકારનું દૃષ્ટાંત–રાજગૃહી નગરીમાં શ્રી વીરપ્રભુના સમવસરણમાં પ્રથમ દેવલોકનો નિવાસી દુદ્રાંક નામે દેવ સૂર્યાભદેવની જેમ પ્રભુની ભક્તિ કરીને સ્વર્ગે ગયો. તે વખતે શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે “આ દેવતાએ કયા પુણ્યથી આવી સમૃદ્ધિ પ્રાપ્ત કરી?
પ્રભુ બોલ્યા–“રાજગૃહી નગરીમાં નંદ મણિકાર નામે શ્રેષ્ઠી હતો. તેણે અમારી પાસે શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. એક વખતે ગ્રીષ્મઋતુમાં તેણે અષ્ટમપયુક્ત પૌષધવ્રત ગ્રહણ કર્યું. જળરહિત કરેલા તે ત્રણ ઉપવાસમાં તે શ્રેષ્ઠીને તૃષા લાગી. એટલે તેણે ચિંતવ્યું કે “જેઓ પોતાના