________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૧૬૧
દ્રવ્યથી વાવો કે કૂવાઓ કરાવે છે તેઓને ધન્ય છે.' પોસહ પાર્યા પછી તે શ્રેષ્ઠીએ રાજાની આજ્ઞા લઈને નગરની બહાર નંદવાપિકા નામની ચાર મુખવાળી એક વાવ કરાવી. તેની ચારે દિશાઓમાં ચાર ઉપવન કરાવ્યાં. ઘણા લોકો તેના સૌંદર્યની પ્રશંસા કરવા લાગ્યા. તે સાંભળીને શ્રેષ્ઠીને સહજ હર્ષ થઈ આવ્યો.
અનુક્રમે ભાવથી મિથ્યાત્વરૂપ રોગ અને દ્રવ્યથી સોળ પ્રકારના રોગ તે શ્રેષ્ઠીને લાગુ પડ્યા. અનેક વૈદ્યોએ વ્યાધિના પ્રતિકાર માટે ઉપચાર કર્યા, પણ તે બધા નિષ્ફળ ગયા. છેવટે તે નિંદશ્રેષ્ઠી મૃત્યુ પામ્યો અને તે નંદવારિકામાં જ ગર્ભજ દેડકો થયો. તેમાં ક્રીડા કરતાં તે દર્દીને ઘણા લોકોના મુખથી તે વાપિકાનું વર્ણન સાંભળતાં જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તે આત્મનિંદા કરવા લાગ્યો.
અરે! મને ધિક્કાર છે! મેં સર્વ વ્રતોની વિરાધના કરી. હવે તે વ્રત પાછાં આ ભવમાં સ્વીકારું.” આવો વિચાર કરી તેણે પોતાની બુદ્ધિથી અભિગ્રહ લીધો કે “આજથી નિરંતર છઠ્ઠ છઠ્ઠની તપસ્યા કરી પારણું કરવું અને પાણી પણ નંદાપુષ્કરણીમાં નાહવાથી ઘણા લોકોના પસીના વગેરે મેલ પડવાને લીધે કલુષિત થઈને પ્રાસુક થયેલું હોય તે જ વાપરવું. આ પ્રમાણે વર્તવાનો તેણે નિશ્ચય કર્યો, તેવામાં લોકોના મુખથી શ્રી વીરપ્રભુનું આગમન સાંભળી પોતે વંદના કરવા માટે ચાલ્યો. માર્ગમાં શ્રેણિકરાજાના અશ્વના ડાબા પગ નીચે દબાયો.