________________
૧૬૨
સમાધિમરણ
તેથી તરત જ એકાંતે જઈ નમુત્થણે ઇત્યાદિ સ્તુતિ વડે ધર્માચાર્યને નમી, સર્વ પાપને આલોચી મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં દક્રાંક નામે દેવતા થયો, તે દેવ અહીં આવ્યો હતો. હે ગૌતમ! તેણે પૂર્વભવમાં કરેલા શુભધ્યાનાદિથી આવી સંપત્તિ પ્રાપ્ત કરી છે. હવે તે ચાર પલ્મોપમનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય થઈ, ભવનો ક્ષય કરીને મોક્ષે જશે.” -ઉ.પ્રા.ભા.૩
મહા ભાગ્યશાળી હોય તેનો દેહ આશ્રમમાં છૂટશે “સર્વ નિમિત્તોમાં સર્વોત્તમ નિમિત્ત આ આશ્રમનું સ્થળ છે.