________________
૩૦૬
સમાધિમરણ
અર્થ :- આર્તધ્યાનનો ત્યાગ કરી શાંતિપૂર્વક જે સદ્ધર્મી આ દેહનો ત્યાગ કરશે તે પશુ, નરક કે નીચ ગતિ પામશે નહીં. પણ તે સત્કર્મી સુરેશ્વર કહેતા સુરનો ઈશ્વર અર્થાત્ ઇન્દ્રની પદવી પણ પામી શકે. તપના તાપ સહન કરીને કે વ્રત પાળીને કે સુશાસ્ત્ર ભણીને જે કરવા યોગ્ય અંતમાં સમાધિમરણ છે તે જો થઈ ગયું તો ઘણી મોટી વાત થઈ ગઈ. કેમકે અનાદિકાળમાં અનંત જન્મમરણ કરતાં છતાં પણ તે હજુ સુધી પ્રાપ્ત થયું નથી માટે. /પા.
“અતિ પરિચિત પ્રતિ થાય અવજ્ઞા', “પ્રીતિ નવીન પર ઝટ પ્રગટ 5 ' ,
એમ કહે જન; તો પરિચિત આ દેહ બદલતાં ડર ન ઘટે. સમાધિમરણ કરી, અમરગતિ વરી, ફરી નરભવ ઉત્તમ ૫ | મ ૧ ,
નટ સમ જગ-જન-મન રંજનથી જીંવ બનશે શિવપદ-સ્વામી. ૨૬
અર્થ:- લોકોમાં એમ કહેવાય છે કે અતિ પરિચિત પ્રત્યે અવજ્ઞા થાય, અને નવી વસ્તુ ઉપર ઝટ પ્રેમ આવે છે. તો પછી અતિ પરિચિત એવા દેહને બદલતા ડર લાગવો ન જોઈએ. સુખે સુખે તેનું મમત્વ ત્યાગવું જોઈએ. હવે સમાધિમરણ સાધવાથી, અમરગતિ કહેતા દેવગતિ પામી, ફરી ત્યાંથી ચ્યવી ઉત્તમ મનુષ્ય અવતાર લઈ, કર્મવશાત્ નટની જેમ જગતમાં જનમનરંજન કરતો આજ સુધી ફરતો હતો તે મટી જઈ આ જીવ શિવપદ એટલે મોક્ષપદનો સ્વામી બનશે. ૨કા.
સમાધિ-મરણની તૈયારી તો કૃશતા કાય-કષાય તણી કહી સલ્તાત્રે જ્ઞાની જનોએ આત્મહિતનો હેતુ ગણી; રહો પોષતા કાયાને તો વિષય-વાસના તીવ્ર થશે, નિર્મળતા આત્માની ટળશે, કામ-ક્રોધ અરિ-બળ
વ ધ શ . . ૨ ૭ અર્થ :- સમાધિમરણ માટે શું શું કરવું તે હવે જણાવે છે :
સમાધિમરણની તૈયારી માટે તપશ્ચર્યા વડે કાયાને કૃશ કરવી અને રાગદ્વેષ મોહને ઘટાડી કષાયોને કૃશ કરવા. કષાયોને કૃશ કર્યા વગર એકલી કાયાની કૃશતા કરવી તે વૃથા છે. એમ જ્ઞાનીજનોએ આત્મહિતનું કારણ જાણી શાસ્ત્રોમાં આ વાત કહી છે. કાયાને જો પોષતા રહીશું તો વિષયવાસના તીવ્ર થશે. તેથી આત્માની નિર્મળતા ટળશે અને કામ ક્રોધાદિ શત્રુઓનું પણ બળ વધી જશે. /૨શી.
વાત-પિત્ત-આદિથી રોગો વધતાં અતિ દુર્બાન થશે, જીવ પરિષહ સહવાનું નહિ સાહસ ઉર ધરી શકશે. આળસ, નિદ્રા, પ્રમાદ વધતાં ભવભ્રમણ-કારણ વધશે,